________________
તપરત્ન રત્નાકર
ઈદ્રિયસુખની અતિ લાલસા મનુષ્ય જીવનને વિનાશ જ નેતરે છે. જેઓ ઇદ્રિના રસમાં રચ્યાપચ્યા રહે છે તેઓ અનેક પ્રકારના ભયંકર વ્યાધિઓના શિકાર બને છે. અનુભવી પુરુષએ કહ્યું છે કે- એક સાથે બે પથે ન જ જઈ શકાય. ઉત્તર અને દક્ષિણ બંને દિશામાં એક સાથે ન જઈ શકાય તેમ ઈદ્રિયસુખોને ઉપભેગ અને મેક્ષમાર્ગની પ્રાપ્તિ બંને કિયાએ એક સાથે કરાય સંભવિત નથી, માટે જ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે-મુક્તિ મેળવવી હોય તે ઈટ્રિયેને જય કરે.
ઇંદ્રિયે પાંચ પ્રકારની છે. ૧. સ્પર્શનેન્દ્રિય (ત્વચાચામડી), ૨. રસનેંદ્રિય (જીભ), ૩. ધ્રાણેદ્રિય (નાસિકા), ૪. ચક્ષુરિંદ્રિય (આંખ) અને ૫. શ્રોત્રંદ્રિય (કાન).
પાંચે ઇંદ્રિયના મુખ્ય વિષયે પાંચ છે અને પેટા વિષયે ૨૩ છે.
૧. રપર્શનેંદ્રિય સ્પર્શ (૮) ૨. રસનેંદ્રિય રસ (૫) ૩, પ્રાણેદ્રિય વાસ (૨) ૪. ચક્ષુરિટ્રિય રૂ૫ (૫)
૫. શ્રોત્રંદ્રિય શબ્દ (૩) (૧) સ્પર્શવડે ૧. હળવું, ૨. ભારે, ૩. કમળ, ૪. ખરબચડું, પ. ઠંડું, ૬. ગરમ, ૭. ચીકણું અને ૮. લૂખું એ આઠ બાબતે જાણું શકાય.
(૨) જીભથી ૧. મીઠું, ૨. ખાટું, ૩. ખારૂં, ૪. કડવું અને પ. તીખું જાણી શકાય.