________________
માનવ શરીર આજ કે કાલ વિનાશ પામવાના સ્વભાવવાળું છે, અર્થાત્ કે તેની સ્થિતિ ઝાકળના બિંદુ જેવી ક્ષણભંગુર છે તે સકામ નિર્જરાવાળું તપશ્ચરણ કરવું તે જ માનવ જીવનનું મહાનું ફળ છે. જીવનમાં તપની ઉપગિતા–
તંદુરસ્તીની દષ્ટિએ પણ તપનું જીવનમાં અનેરું સ્થાન છે. ટાઈફેડ કે વિષમ જવર જેવા પ્રસંગમાં માનવીને લંઘન કરાવવામાં આવે છે એ પ્રકારતરે તપ જેવું આચરણ છે પણ તે ફરજિયાત છે. જે તપશ્ચરણ મરજીયાત સમજીને શ્રદ્ધાથી કરવામાં આવે તે બંને વચ્ચેને આસ્માન જમીન એટલે તફાવત અવશ્ય જણાઈ આવે. ભૌતિક વિલાસ અને માત્ર ખાણીપીણીમાં રક્ત રહેતે પશ્ચિમાત્ય સમાજ પણ “ઉપવાસ”નું મૂલ્યાંકન કરતાં શીખે છે, જે ભાવના તે આપણા શાસ્ત્રકારભગવંતએ આપણને ગળથુથીમાં જ આપી છે એમ કહીએ તે તેમાં અંશમાત્ર અતિશયોક્તિ નથી.
દવા કરી-કરીને કંટાળી ગયેલા અને કેન્સર જેવા વિષમ ને અસાધ્ય રોગથી ખૂવાર થઈ ગયેલા પણ ઉપવાસ કે તપ ચરણના નિયમ-ઉપનિયમથી પુનઃ સ્વારથ્ય પ્રાપ્ત કરી શકવાના દાખલાઓ પણ જાણવા મળે છે.
જૈન શાસ્ત્રકાર ભગવતેએ તપશ્ચરણની મર્યાદા બાંધી છે. કેઈ પણ જાતની પૃહા કે આકાંક્ષાથી કરાતે તપ