________________
ઇચ્છિત ફલદાતા બની શકતું નથી. તેવું તપશ્ચરણ
છાર પર લીપણ” જેવું કે ઉખરભૂમિમાં બી વાવવા જેવું નિષ્ફળ બને છે. મહર્ષિ નંદિષેણને સાડાબાર કેટી સુવર્ણની વૃષ્ટિ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ કે રાજર્ષિ વિષ્ણુકુમારને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ તે તપનું આનુષંગિક ફળ છે.
તપના બે પ્રકારો છે ? બાહ્ય અને અત્યંતર અને તે બંનેના પણ છ-છ પેટા વિભાગો છે, જે ગુરુગમથી જાણવા રોગ્ય છે. અત્ર તે તેને માત્ર નામ-નિર્દેશ કરીએ છીએ. બાહ્ય તપ
અત્યંતર તપ ૧. અનશન
૧. પ્રાયશ્ચિત્ત ૨, ઉના દરિકા
૨. વિનય ૩, વૃત્તિસંક્ષેપ
૩. વૈયાવૃજ્ય ૪. ૨સત્યાગ
૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ
૫. દયાન ૬. સંલીનતા
૬. કાસ આજે ધીમે ધીમે જડવાદ પિતાને પંજે પ્રસાર આવે છે તેમ બીજી બાજુથી સમાજમાં “તપશ્ચર્યાની રુચિ પણ વિશેષ ને વિશેષ જાગૃત થતી આવે છે જે સારું ને પુષ્ટિકારક ભેજન ખાવામાં આવે તે શરીરને પુષ્ટ બનાવવા ઉપરાંત કાંતિમાન પણ બનાવે છે તેવી જ રીતે તપશ્ચરણ જે વિધિપૂર્વક સમજીને કરવામાં આવે છે તેનું ઈહલૌકિક ને પારલૌકિક ઉત્તમ ફળ મળે છે. આ જ હેતુને અનુલક્ષીને આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.