________________
નમસ્તે કાદંબ! આજે પૂજ્યશ્રીના ગામમાં (બેદાનાનેસમાં) મંગલ પ્રવેશ હતો. નૂતન જિનાલયની પ્રતિષ્ઠા માટે તેઓશ્રી પધારી રહ્યા હતા,
નાનું છતાં રળિયામણું એ ગામ જાણે કે ઈ મેટો તહેવાર હોય, તેમ ઉત્સાહનો ભવ્ય વાતાવરણથી દીપી ઊઠયું હતું.
અમદાવાદના આગેવાન શ્રેષ્ટિવરે શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે હાજર જ હતા. એમને આનંદ માટે નહોતે. એમાંયે કામદાર તથા વકીલ તે આનંદના મહાસાગરમાં જ મજજન્મજજન કરી રહ્યા હતા.
પેલા દરબારો સામૈયામાં મોખરે હતા. યથાસમય પ્રવેશ થઈ ગયે. દેરાસર જેઈને પૂજ્યશ્રી સંતેષ પામ્યા. મંગલાચરણ બાદ લેકે વિખરાયા.
ત્યારપછી પૂજ્યશ્રીની સૂચનાનુસાર શ્રી કદંબગિરિજીના વહીવટ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરવામાં આવી. એનું નામ “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મ દાસની પેઢી” રાખ્યું.
કેવું સુંદર નામ? જિનના દાસ અને ધર્મના દાસની પેઢી એટલે જ જિનદાસ ધર્મદાસની પેઢી.