________________
પ૭
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મહારાજ ની મહુવા મુકામે થયેલી ૧૦૮ ઉપવાસની મહાન તપસ્યાની અનુમોદના નિમિત્તે શ્રી ગોડીજી ઉપાશ્રય-મુંબઈમાં જાયેલ ભવ્ય સમારોહ પ્રસંગે ગુરુ ભક્તિ ગીત.
[રાગ ભૂપાળી] . ધન્ય તપસ્વી મુનિ રત્નાકર, અનુદન કરે સહુના અંતર; ધન્ય કર્યું તમે આ ભવ જીવતર; શાસન શોભાવ્યું ધન્ય મુનિવર-ધન્ય જન્મ ધ કામળ ગામે, પિતાજી જેના માનચંદ નામે; મળ્યા માતાજી નામે નેમકુંવર, ધર્મના સિંચ્યા સંસ્કાર સુંદર–ધન્ય
યુવાન વયમાં સંયમ લીધું, ચારિત્ર પંથે પગરણ કીધું; રમણિકમાંથી બન્યા રત્નાકર; ગુરુજી કીધાં શ્રી દર્શન સૂરીશ્વર-ધન્ય વિનય વૈયાવચ્ચના ગુણો રૂડા, સંયમ સાધનામાં પણ શૂરા પ્રેરણા પ્રેરે શ્રી દર્શનસૂરીશ્વર, ને મળ્યા શ્રી નંદન સૂરિ ગુરુવર–ધન્ય