________________
૫૮
આત્મ કલ્યાણની ભાવના ભાવે, ધર્મ કિયામાં દિલ ના ડગાવે, તપમાં રહે મન મગન નિરંતર, કર્મના બંધન તેડવા સત્વર–ધન્ય
માસ ખમણ વળી શ્રેણી તપ કીધાં, ઉપવાસો સાઠ ને અડસઠ કીધાં વિવિધ તપમાં વધતાં આગળ, ચતુવિધ સંઘને પામતા આદર–ધન્ય મનમાં ભારે ઉત્કૃષ્ટ જાગ્યા, એકસે ને આઠ ઉપવાસે ધાર્યા શુભ નિશ્રા મળી મેરૂપ્રભ સૂરીશ્વર, પંકાયું વિશ્વમાં મહુવા બંદર–ધન્ય
શાસન સમ્રાટ્રનું ગામ શોભાવ્યું, શ્રી નેમિસૂરીશ્વરનું નામ ઉજાળ્યું; મહિમા તપને ગવાતે ઘર ઘર, પહોંચવું અને મુક્તિ શિખર પર-ધન્ય
દૂર દૂરના સંઘે કરે અનુમોદન, ભક્તિ ભાવથી વંદે ભક્તજનક આચાર્ય આદિ પધાર્યા મુનિવર, તપને વધારે મુંબઈ મહાનગર-ધન્ય..