________________
૪૨
જૈનધમ ના ત્યાગ અને તપના ઉમદા ગુણાને વિકસાવતા અને આજના યુગમાં અદ્ભુત-અપૂર્વ અવિસ્મરણીય અને સહુને અચંબામાં મૂકી દે તેવી અજોડ તપશ્ચર્યાંથી ધની ઉજ્જવળ જ્યેાતિને વધુ દેદીપ્યમાન બનાવનાર આપશ્રીને શત શત ધન્ય ! મુનિરાજના મંગળમય નાદથી હાર્દિક રીતે ગજવતા હુ· આપશ્રીના તપની ભૂરિ ભૂર પ્રશ’સા કરું છું,
પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી વિજય મેરૂપ્રભ સૂરીશ્વરજી મ. સા. ના સાનિધ્યમાં શાસનસમ્રાટ્ નિત્ય સ્મરણીય શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ. સા.ની પાવન ભૂમિમાં આપશ્રીના તપની પૂર્ણાહુતિના અમૂલ્ય અવસર ઉજવાઈ રહ્યો છે. તે સેનામાં સુગંધ સમાન છે.
શાસન દેવને પ્રાર્થના છે કે આપશ્રીનું પારણું સુખશાતા પૂર્ણાંક થાય એટલું જ નહિ કિંતુ જૈનશાસનને જયવંતુ અનાવતા આપશ્રીની શારીરિક પ્રકૃતિ સુયશકારીસુખરૂપ રહે અને ભૌતિક યુગમાં રહેનાર અને રાચનાર સર્વેને તપનું અનેરૂ મહત્ત્વ સમજાય તેવી શાસન દેવને પ્રાથના છે.
6
નામ તેવા ગુણ છે, તપમાં રત્નાકર; આજે સકળ વિશ્વ, કરે આપના આદર’
લી.
‘નટવર’લાલના વંદન..