________________
મનસુખલાલ રીખવચંદ-માલેગાંવ
- તા. ૨૨-૧૦-૮૦ વર્તમાનના સર્વશ્રેષ્ઠ તપસ્વી ! પરમપકારી પરમ વૈરાગી તપમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મ. સા. આદિ ગુરુદેવની પૂનિત ચરણ સેવામાં–
ચરણ સેવક મનસુખલાલ રીખવચંદની શતશઃ વંદના.
..આત્માની અનંત શક્તિને સાક્ષાત્ દાખલ આપનાર હે મહા વિભૂતિ વારંવાર વંદના !
જૈન શાસનના જાહોજલાલીભર્યા ઈતિહાસની ઝાંખી, આપશ્રીની સુદીર્ઘ તપસ્યાથી આજે થાય છે.
જૈન શાસનના ઈતિહાસમાં આ અવસર સુવર્ણાક્ષરે લખાય તેવો મહાન છે. અને તે સાથે તા. ૨૮-૧૦-૮૦ને શુભ દિન જૈન શાસનમાં સુવર્ણ દિન હશે. તેની સુખદ કલ્પના માત્રથી આજે પણ હર્ષાશ્ર ઉભરાય છે.
સમયનું કે પેય અપેય–ખાદ્ય-અખાદ્ય-ભક્ષ્યાભઢ્યને સારાસાર વિવેક ભૂલીને રાત દિવસ જ્યારે માનવી ખાઉધરે બની આહારની-રસનાની લાલસામાં પૂરેપૂર જકડા છે, હજી વધુ જકડાય છે તેવા સમયે ૧૦૮ ઉપવાસ જેવા મહાન તપસ્યાની ત જલાવી આપશ્રીએ સાચે જ અમ સમાન જીવોને તપ ધર્મને સચોટ સંદેશ શિખવાડ્યો છે.
આ તપનના અજવાળે સાચે જ આપશ્રીનું “રત્નાકર” નામ સાર્થક જ થાય છે.