________________
૩૭
ખરેખર! રત્નાકર – સમુદ્ર – રત્નના ભંડાર, પરંતુ તપસ્વી મહારાજે રત્નોને બદલે રત્નત્રયીની સાધના સ્વરૂપ ઉપવાસના દરિયા બની પિતાનું નામ સાર્થક કર્યું છે.
ધન્ય તપસ્વી – ધન્ય તપશ્ચર્યા.
.. ૧૦૮ ઉપવાસની તપશ્ચર્યાના પારણાના દિવસે અમારા શ્રી સંઘ તરફથી પાંચ જીવ છોડાવવાનો નિર્ણય કર્યો છે. શ્રી પાર્શ્વનાથજી. . મૂ. જૈન સંઘ
ઘાટકોપર, મુંબઈ
ડો. બાવીશી પાલીતાણું. જૈન ધર્મમાં “તપ”નું મડુત્વ છે જ, પરંતુ આપના આ “ઉગ્રતાથી” એનું મહત્વ અનેકગણું પ્રત્યક્ષ બની જાય છે (પ. પૂ. આ. દેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રા અને પાવન પ્રેરણાથી જ આપની તપશ્ચર્યા આગળ ધપી રહી છે! ધન્ય ગુરુવર્ય!)
..... તપસ્વી મહારાજશ્રીની તપશ્ચર્યા કરવાની વૃત્તિપ્રવૃતિ, બાળકોને ધર્મ પમાડવાની સુંદર અને સરળ શિલી ગુરુવ પ્રત્યે ભક્તિભાવ અને વૈયાવચ્ચ વૃત્તિ – આ બધું જાણે એમના જીવન સાથે વણાઈ ગયું છે.