________________
જેમ ચંપા શ્રાવિકાનું નામ રોશન થયું છે તેમ શ્રી સંઘ મુનિરાજ શ્રી રત્નાકર વિજયજીનું નામ યોગ્ય રીતે જોડીને વર્તમાન યુગનું અને પ. પૂ. આ. દેવશ્રી વિજય નેમિ. સૂરીશ્વરજી મ. સા. નું ગૌરવ વધારવું જોઈએ.
લી. રાયચદ મગનલાલના ૧૦૦૮ વંદના
પાર્લા, મુંબઈ
આસે વદ-૨ પરમ પૂજ્યપાદું શાસનસમ્રાટશ્રીના ચરણકમળ રજથી પવિત્રિત મહુવા બંદરે પરમ પૂજ્યપાદું આ. દેવ શ્રીમદ્ વિજય મેગ્નપ્રભસૂરીશ્વરજી મ. સા., ઉગ્ર તપસ્વી મુનિરાજ શ્રી રત્નાકર વિજયજી મ. આદિની સેવામાં.
પાર્લાથી લિ. અશચંદ્રસૂરિ આદિની સવિનય વંદનાવલિ.
• વિશેષ જણાવવાનું કે પૂ. તપસ્વી મહારાજ સુખ શાતામાં હશે? અમે તે બહુ દૂર બેઠા છીએ, પરંતુ દૂર -સુર રહેલા પણ ચંદ્રનું પ્રતિબિંબ અહીં રહેલ થાળીમાં પડે છે. તેમ દૂર રહેલા અમારી શુભ ભાવનાના પ્રતિબિમ્બ રૂપે શાસન દેવની અસીમ સહાયથી તપસ્વીના સકલ વાંછિત પૂર્ણ થાય એવી અભ્યર્થના.