________________
આરાધનાના અજોડ પ્રસંગે “જૈનધર્મ ” માં જોવા મળે છે. આવા પ્રસંગે ધર્મથી વિમુખ બનેલી-નિપ્રાણ બનેલી પ્રજા અને સમાજમાં ધર્મ ભાવનાનો ઉદ્યોત કરી તેને ધર્માભિમુખી બનવાની પ્રેરણું આપે છે. જિનશાસનમાં તપ, તપસ્વી અને તપસ્વીની ભક્તિને એ તો મહિમા દવા છે કે તપની અનુમોદના, તપસ્વિની ભક્તિ પણ તીર્થકર નામ ગોત્ર બાંધવાનું એક નિમિત્ત બની જાય છે.
આ વિભૂતિને જન્મ સં. ૧૯૮૫માં આષાઢ વદિ ૩ ના રેજ શ્રી શત્રુંજય ગિરિરાજની ટૂંક તરીકે શાસ્ત્રમાં જેનું વર્ણન છે તે તાલધ્વજગિરિ (તળાજા) પાસેના નાના એવા “કામરેલ” ગામે થયો હતે. ગામ બીલકુલ નાનું હતું. તે વખતે ત્યાં શ્રાવકેના ૧૫/૨૦ ઘરો હતા, પણ તે બધા ધર્મના સંસ્કારોથી વિભૂષિત હતાં. ગામડું હતું છતાં ધર્મ સંસ્કારનું ધામ હતું. ગામને પાદરેથી કમળા નદી ખળખળ વહેતી રહેતી હોવાથી, આસપાસની લીલી વનરાજીથી વિકસિત થયેલું એ ગામ હતું. હવામાન શીતળ અને આહલાદક હતું.
હાલ ત્યાં ભવ્ય અને બેનમુન જિનાલય તેમજ ઉપાશ્રય પણ છે. આવું બધું આવા નાના ગામમાં ત્યારે જ શક્ય બને છે કે જે ધર્મના પાયાના ઉમદા અને ઉચ્ચ સંસ્કારે હોય તે. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી ના સંસારી દાદા. પ. પૂ. મુનિશ્રી વિનયપ્રભ વિજયજી મ. સા.