________________
ઉટ
(વીરચંદભાઈ) એ મોટી ઉંમરે દીક્ષા લઈને વર્ષો સુધી ચારિત્ર પાળ્યું હતું. | મુનિરાજશ્રી રત્નાકર વિ. મ. સા. ના પિતાશ્રીનું નામ માનચંદભાઈ તેમજ માતુશ્રીનું નામ નેમકુંવર બેન હતું. સંસારી નામ રમણીકલાલ બાલ્યાવરથા રમત ગમતમાં વીતી. ખબર ન હતી–તેના પિતાજીને કે તેને દિકરો રમણિક એક મહાન શ્રમણ અને ઉગ્ર તપસ્વી બની જૈન શાસનના ઇતિહાસમાં અમર નામના મેળવશે. ન હતી ખબર તેની જનેતાને કે તેને રમણિક એક મહાન તપસ્વી શ્રમણ બનીને ઉગ્ર તપશ્ચર્યા કરી તેની કુક્ષીને ઉજાળનારૂ અણમલ તેજસ્વી મેતી બનશે. ન હતી ખબર તેના ભાઈઓ-સગાઓને કે રખડતે રઝળતે રમણિક રત્નાકરાવજયજી” રૂપી રત્ન બની તપ-ગગનમાં ચમકતે સિતારે થશે. ન હતી ખબર કામરોલ વાસીઓને કે તેમના ગામને આ રમણીક- “રત્નાકરવિજય” બની ઉગ્ર તપની આરાધના કરી લેકો જીભને ટેરવે રમત રહી-કામરોળ ગામનું નામ સારાયે રાષ્ટ્ર-વિશ્વમાં રેશન કરશે.
કામરોલના પનેતા સુપુત્ર રમણીકભાઈ પિતાના સંસારી દાદા એવા પૂ. મુનિરાજશ્રી વિનયપ્રભ વિજયજી મ. સા. ના ચરણોમાં સમર્પિત બન્યા. દાદાએ ઘડવૈયાઅજોડ શીલ્પી એવા પોતાના વડીલ ગુરુભ્રાતા પ. પૂ. આ. ભ. શ્રી દશનસૂરીશ્વરજી મ. સા. ને ઘડવા માટે સમર્પિત કર્યા.