________________
૧૩૮
તપોરન રત્નાકર નામકર્મ ઉપાર્જન થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
નમો તીર્થસ્સ” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાસઠ બાસઠ અથવા પચીશ પચીશ કરવા.
૪૯. ઘન તપ एकद्वयेकद्विद्वयेकयुग्मशशिसंख्ययोपवासैश्च । पारणकान्तरितैरपि निरन्तरैः पूर्यतेत्र घनम् ॥१॥
આ તપ આંકડાના ઘનની યુક્તિએ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી ફરીથી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ રીતે ઉપવા સ બાર તથા પારણાં આઠ મળી વીશ દિવસે આ તપ પૂરો થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિએ પૂજા કરી ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મેદક વિગેરે દેવ પાસે ઢાકવા. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. મુનિને દાન દેવું. આ તપનું ફળ મહાલક્ષ્મી (મોક્ષલફમી)ની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમો અરિહંતાણં' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર બાર કરવા.