________________
સંઘને હિત-શિક્ષા અને માર્ગદર્શન આપનારા એ પુનિતસંતના ચરણમાં અમારે શ્રી સંઘ કટિશ વંદના કરી રહ્યો છે. તે પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી ધનવિજયજી મ. તથા ગામના ભગત વીરચંદભાઈ તે પૂ. મુનિશ્રી વિનય. પ્રભાવિજયજી મ. સા. તથા ૧૦૮ ઉપવાસના દીર્ઘ તપસ્વી જે રમણીકભાઈમાંથી પૂ. મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. સા. રૂપે બની શ્રી જૈનશાસનની પ્રભાવના કરવા પૂર્વક અમારા શ્રી સંઘના નામને સુશોભિત બનાવ્યું છે.
કામરેલ જૈન સંઘમાં શ્રી નેમિનાથ સ્વામિનું ભવ્ય જિનાલય છે. તે શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શાસનસમ્રાશ્રીના સમુદાયના વિદ્વવર્ય પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ તથા અમારા ગામના પનેતા સુપુત્ર પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મ. આદિની શુભ નિશ્રામાં ભવ્ય મહોત્સવ પૂર્વક થઈ હતી.
તપસ્વીરને તપધર્મને આદરી જૈન શાસનમાં તપધર્મની પ્રભાવના ગામે ગામ, નગરે નગર કરી હોવાથી પુસ્તકને “ તપોરત્ન રત્નાકર (તપાવલી) નામથી. અંકિત કરવામાં આવ્યું છે.
આ પુસ્તકનાં પૂફ સંશોધન વગેરે કાર્યોમાં પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ