________________
અષ્ટ કર્મસૂદન
૧૩.
આ કર્મને સ્વભાવ પ્રતિહારી-દ્વારપાળ જે છે. જેમ દ્વારપાળ લેકોના વૃત્તાંતને જાણવાની ઈચ્છાવાળા રાજા પાસે જવા ઈચ્છતા લેકને રોકે છે તેમ આ કર્મ જીવરૂપ રાજાને ઘટાદિ પદાર્થરૂપ લેકનું દર્શન-સામાન્ય બોધ થવા દેતું નથી.
૩. વેદનીય-સુખ કે દુઃખરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય કર્મ. તેના શાતા અને અશાતા બે પ્રકાર છે.
આ કર્મને સ્વભાવ મધથી ખરડાયેલ તરવાર જે છે. જેમ તરવાર ચાટતા પ્રથમ મધને રવાદ આવવાથી સુખ ઉપજે અને પછી જીભ કપાવાથી દુઃખ થાય.
૪. મેહનીય-સમ્યગદર્શન અને સમ્યફચારિત્રને ઘાત કરે તે મેહનીય. તેના મિથ્યાત્વમેહનીય વિગેરે અઠ્ઠાવીશ ભેદો છે.
આ કર્મને સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરાપાનથી જીવ હિતાહિતને વિવેક ભૂલી જાય છે તેમ આ કર્મના વશવર્તી પણાથી જીવ પારમાર્થિક હિતાહિતને વિવેક ગુમાવી બેસે છે.
૫. આયુષ્ય-દેવાદિ ગતિમાં સ્થિતિ કરવી – રહેવું. તેના દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ ચાર ભેદ છે.
આ કર્મને સ્વભાવ હેડના જેવું છે. જેમ હેડમાં પડેલે જીવ તેની મુદત પૂરી થયા પહેલાં છૂટી શકતું નથી. તેમ આયુષ્યકર્મના ઉદયથી સ્થિતિ પૂરી થયા સિવાય જીવ છૂટી શકતું નથી.