________________
તેત્રીસમું ]. સ્થાનાગસૂત્ર
[ ૧૫ ભાડૂતી, સ્વયં નહિ. સમ્યક્ત્વની વખતે થતું જ્ઞાન ભાડૂતી થયું એમણે -ગણધરોએ, શ્રુતકેવલીઓએ, તીર્થકરોએ કહેલું, આપણું સ્વતંત્ર દેખેલું નહિ. સમ્યગ્દર્શન એ પારકા જ્ઞાને સ્વસ્વરૂપમાં આવે. જ્ઞાન પિતાનામાં હેય તે ઠીક, પિતાનામાં ન હોય તો પારકાના જ્ઞાનને ભરોસે હોય તે પણ કામ થાય. કાયદાનું જ્ઞાન ન હોય પણ વકીલની મદદ લીધી તે કાયદા જાણનારના જેવું કામ થાય અક્કલ ભાડૂતી મળે છે, મિક્ત તો ભાડૂતી મળતી નથી. અર્થાત વેચાતી મળે છે. જ્ઞાન ન હેય તે પારકા ઘાને કલ્યાણ સાધી શકે. પારકું જ્ઞાન કામ લાગે પારકું ચારિત્ર કામ ન લાગે
સમકિતી જ્ઞાન પારકા જ્ઞાન મેળવે. પારકા જ્ઞાને મોક્ષને રસ્તે સર કરી દે પણ પાર ચારિત્રે કોઈ ચારિત્રવાળો થતો નથી. અવિરતિને વિરતિવાળાની નિશ્રાએ ચારિત્ર માન્યું નહિ. વિતિ પતે ન કરે તે પારકી વિરતિ કામ ન લાગે પારકી અક્કલ કામ લાગે, પણ જેમ પારકી મિલ્કત કામ ન લાગે. તેમ પારકું ચારિત્ર કોઈને કામ લાગતું નથી. મિલકત સ્વયં જોઈએ. તેમ ચારિત્ર સ્વયં જોઈએ. જ્ઞાન અને ક્રિયા બંને મોક્ષના મા. જ્ઞાન, ક્રિયાથી મોક્ષ થાય છે. મેક્ષને અગે જ્ઞાન, ક્રિયા આદરવા લાયક છે એવો નિશ્ચય છતાં જ્ઞાનીની નિશ્રાધારાએ પણ આત્મ હિત કરી શકે. જ્યારે નિશ્રાદ્વારા ચારિત્ર હિત કરી શકતું નથી પણ ચારિત્ર આદરવા દારાએ આત્મહિત કરી શકે છે. ચારિત્ર એવી ચીજ છે કે વર્તાવમાં પોતાને મેલવી જોઈએ. જ્ઞાન પિતે વર્તાવમાં મે અગર બીજા દ્વારાએ મેલે. ચારિત્રમાં બીજાનું દ્વાર કામ લાગતું નથી, તેથી જૈન શાસનમાં ચારિત્રનું સ્થાન કેટલું વ્યાપક છે તે સમજી શકાશે. ગોખલાને દીવ અજવાળું કરે પણ મકાનને કચરો ન કાઢે. જ્ઞાનીપણું, ગીતાર્થપણું જવલ્લે હોય તે શાસન ચાલે, પણ ચારિત્ર વગર શાસન ચાલે નહિ. જ્ઞાનને અશ ભાડૂતી મળી શકે પણ ચારિત્ર તો સ્વયં
આચરેલું કામ લાગે જૈન શાસનમાં જ્ઞાન, ક્રિયા બંને માનેલાં છતાં બેમાં કેટલો