________________
ચરણ-કમળમાં પોતાના શરીરને નમાવી સપ્રેમ વંદન કરૂં સ્વર્ગધામમાં ચાલ્યો ગયો. બીજાના સુખને માટે પોતાના દેહને ભોગ આપવા પણ રાજા તૈયાર થયા. આનું નામ જ સાચી અનુકંપા. આવા દયાસિંધુ ભગવાનને ત્રિધાયોગે નમસ્કાર હૈ, નમસ્કાર હે, નમસ્કાર છે.
આ વિષયમાં એક ત્રીજું દષ્ટાંત એવું છે કે--અમેરિકાના માજી પ્રેસીડેન્ટ બે ચાર નોકરની સાથે ગાડીમાં બેસી ચાલ્યા જતા હતા. રસ્તાની બાજુએ પાણીના કીચડવાળા ખાબોચીઆમાં એક ભુંડ (ડુર) કીચડમાં ખેંચી ગયો હતો. તે નીકળવાને ઘણી જ મહેનત કરતા હતા, પણ નીકળી ન શકવાથી અત્યંત દુઃખી થતા હતા, તેને જે કોઈ પણ નોકરને હુકમ ન કરતાં તેમગાડી ઉભી રખાવવાને પણ અવકાશ ન લેતાં ચાલતી ગાડી ઉપરથી એકદમ કુદી પડી પિતાના કીમતી વસ્ત્રો બગડવાની પણ દરકાર ન કરતાં કાદવમાં પડી પેલા ભુંડને ખેંચીને બહાર કહાયે. તેને બહાર લાવ્યા પછી એક ને રે કહ્યું કે-“મહેરબાન સાહેબ ! આપે જાતે શા માટે આટલી બધી મહેનત ઉઠાવી ? અમને હુકમ કર્યો હોત, તે તે કામ અમે પણ બજાવી શક્ત.’ તેના ઉત્તરમાં માજી પ્રેસીડેન્ટ બોલ્યા કે તમે કહો છો તે ઠીક છે. પણ આ દુઃખને જોઈને મારા હૃદયમાં જે દુઃખ થતું હતું, તેજ દુઃખ તમારા હૃદયમાં થયું હતું, તે તમને મારી આજ્ઞાને પણ અવકાશ રહેત નહિ. મારી આજ્ઞા પહેલાં જ તમે મારી માફક કુદી પડ્યા હતા, પણ તમારા હૃદયમાં મારા જેવું દુઃખ થયું હોય, તેવું મને જણાતું નથી. મારા હૃદયમાં થતા દુઃખને માટે મારે જ મહેનત કરવી-એ મને વધારે ઉચિત લાગ્યું. તેથી મારે જાતે આ ખાડામાં પડી આ ભુંડને બહાર કહાડવાની જરૂર જણાઈ. જે આ મુંડને કાદવ બહાર કહાડ્યો ન હતો, તે તેને દુઃખી જોઈ મારા હૃદયમાં જે પીડાને ખટકે થયા કરતો હતો, તે પીડા દૂર થાત નહિ. અને ભૂંડને બહાર કહાડવાથી મારા હૃદયની પીડા શાંત થઈ છે. જેથી મેં મુંડની દયા કરી નથી, પણ મારા અંતરની દયા કરી છે. ધન્ય છે આવી દયાની લાગણીને ! આનું નામ જ અનુકંપા !
આ ઉપરનાં દષ્ટાંત શારીરિક અનુકંપાદાનના ભેદનમાં કહ્યાં, પણ સાથે માનસિક અનુકંપાને પણ સમાવેશ થાય છે. કેમકે શરીરથી પીડા પામતા જીનું અંતર પણ પીડાય છે, અને શરીરની પીડા દૂર થતાં માનસિક પીડાને પણ લય થાય છે. છતાં માનસિક અનુકંપાને બીજો એક દાખલે એ વિષયને ધિરાણ સ્પષ્ટ કરશે, અને તે પ્રમાણે છે
અગીયાસ્મા સૈકામાં થયેલ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમાન હેમચંદ્રા