________________
ચાર્યજીએ કુમારપાલ રાજાને પ્રતિબંધ આપી આત્મજ્ઞાન સંપન્ન બનાવ્યા હતા. તે સમયના શંકરાચાર્યજીએ બૌદ્ધ અને જેનોને ભારતભૂમિમાંથી બહિષ્કાર કરવાનો ધમવિવાદરૂપ ઝઘડો ઉઠાવ્યો હતો. શંકરાચાર્યજી બાળબુદ્ધિ મનુષ્યમાં “જેને નાસ્તિક છે, કેમકે તેઓ પરમેશ્વરને માનતા નથી. આવી ભાવનાના સંસ્કારો ઠસાવી જેનધર્મ અને જૈનધર્મના શાસ્ત્રો પ્રત્યે લેને આશંકા દોષ વા અરૂચિ ભાવ ઉત્પન્ન કરાવવા તનતોડ મહેનત કરતા હતા. શંકરાચાર્યજીની દલીલ એ હતી કે જેનો નાસ્તિક છે. કેમકે તેઓ પરમેશ્વરને માનતા નથી. જેનો પરમેશ્વરને માનતા નથી, તે પછી ઋષભદેવથી મહાવીર પર્યત એવીશ તીર્થકર (પરમેશ્વરે) ને જેને કયાંથી લાવ્યા હતા ? શંકરાચાર્યજી મહારાજ! તમે તે એક પરમેશ્વરને માને છે, પણ જેને તે ચોવીશ પરમાત્માઓને માને છે, જેથી આપશ્રીજીના કરતાં જેનામાં ચોવીશગણી આસ્તિકતા સિદ્ધ થાય છે. જેનશાસ્ત્રની માન્યતા પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણુએ બે યુગે મળીને એક કાલચક્ર થાય છે. તે દરેક ઉત્સપિણું તથા અવસર્પિણીમાં વીશ તીર્થકરે થાય છે. જેઓ જન્મ પામી પ્રારબ્ધ-કર્મ હોય, તે રાજ્ય વા ગૃહસ્થાશ્રમ ભેગવી વા વિના ભોગવે ત્યાગ લઈ સર્વ કર્મને નાશ કરી ક્વલજ્ઞાન પામી સર્વજ્ઞ થઈમેક્ષમાં જાય છે. એવા અનંત કાલચક્રમાં અનંતા તીર્થકરે તથા બીજા પણ અનંત કેવળી ભગવાન મેક્ષદશાને પામ્યા છે. જે અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ દશાની પરાકાષ્ટાએ પહેચેલા પરમાત્મા જ છે, તેવા અનંત પરમાત્માઓને માન- * નાર જેનોને નાસ્તિક કહેવા એ આત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ પરમ જ્ઞાનીઓનું કર્તવ્ય નથી. જે ધર્મ, પુન્ય, પાપ, ધર્મ, અધર્મ, જીવ, અજીવ, સત્ય, અસત્ય, સંસાર તથા મેક્ષાદિક ભાવને માને નહિ, તેનેજ નાસ્તિક કહી શકાય છે. જૈન, વેદાંત કરતાં કયા વિષયમાં ન્યૂનતા ધરાવે છે, કે જેથી તે નાસ્તિક કહેવાય ? “પરમેશ્વર જગતનો કર્તા છે.” એમ માની જેનો પરમેશ્વર-કર્તાને માનતા નથી, તેથી નાસ્તિકતા છે? જે વિશ્વઘટના પરમેશ્વરની ઈચ્છા વા શક્તિથી થાય છે, તે પછી પોતાનાં કર્તાપણાની માન્યતાને નહિ માનનાર જેનોને ઉત્પન્ન કરી પોતાના પગ ઉપર કુહાડો મારવાનું ડહાપણ કરવાની ઈશ્વરને શી જરૂર હતી? કે તેણે જેનેને ઉત્પન્ન કર્યા. જેને પરમેશ્વરને માને છે, પણ વિશ્વની રચનાનો કર્તા પરમેશ્વર છે” એમ જેને માનતા નથી. કોઈ પણ કાર્ય ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ તથા નિમિત્ત-કારણ- એમ બે કારણની જરૂર પડે છે. જેમ કે ઘટ ઉત્પન્ન થવામાં ઉપાદાને કારણે માટી છે તથા નિ