________________
દુઃખ દૂર કરવું–તે માનસિક અનુકંપાદાન કહેવાય અને પૈસાથી સામાના દુઃખને દૂર કરવું તે આર્થિક અનુકંપાદાન કહેવાય. માટે ગાંધીજીનો દાખલે જે આપે છે, તે શારીરિક અનુકંપાદાનનું પ્રતિદાન કરવા અર્થે આપ્યો છે. બીજો દાખ–શાંતિનાથ ભગવંતમાં વિશ્વના જેવો પ્રત્યે કેટલી અનુકંપા છે, તે જાણવાને એક દેવતા સિંચાણા નામના પક્ષીનું રૂપ કરી પિતાની દૈવિક શક્તિથી બીજું પારેવા (કબુતર)નું રૂપ કરી પારેવાને મારી નાખવા અત્યુ ગતિથી તેની પાછળ પડ્યો. મરણના ભયથી ભયભીત થયેલ પારેવું શાંતિનાથ ભગવાન કે જેઓ મેઘરથરાજાના ભવે ગૃહસ્થાશ્રમમાં હતા તેમના ખોળામાં આવીને પડવું. પાછળથી સિંચાણે આવી પોતાના લક્ષ્યની માંગણી કરી, અને વિશેષમાં જણાવ્યું કે–“હે રાજન! પારેવાનું રક્ષણ કરતાં મારું મરણ થઈ જશે, તેને કાંઈ વિચાર કર્યો ? આજે ત્રણ દિવસ થયાં અને ખોરાક મળે નથી. ચોથે દિવસે મહાકષ્ટ આ પારેવું મળ્યું. માટે મારું ભક્ષ્ય મને સુપ્રત કર. એકનું રક્ષણ કરી બીજાના જીવન પ્રત્યે ઉપેક્ષા કરવી એ કોના ઘરને ન્યાય ?” આ વખતે શાંતિનાથ પ્રભુ (મેઘરથરાજા)એ વિચાર્યું કે “સિંચાણની વાત સાચી છે. કારણ કે તે ત્રણ દિવસને ભૂપો છે, માટે તેની પણ યા કરવી આવશ્યક છે.” જેથી પ્રભુએ કહ્યું કે –“હે પક્ષી! તું ભૂખ્યો હોય, તે તારા જીવનનો ઘાત કરી આ પારેવાને બચાવ કરે, એ પણ ઉચિત નથી. તેમજ ત્રાસથી ભયભીત થયેલ અને શરણે આવેલ પ્રાણીને નાશ થવા દેવ-એ પણ મારા ક્ષાત્રધર્મને કલંકિત કરવા જેવું છે. માટે પારેવાનો પણ બચાવ થાય અને તારે પણ ક્ષુધાની શાંતિ થાય, તેને માટે એક જ રસ્તો છે–તે એ કેઆ પારેવા જેટલું માંસ મારા શરીરમાંથી હું તને કાપી આપું, કે જેથી તું શાંત થઈશ.” સિંચાણે તે વાત માન્ય રાખી. એટલે મેઘરથ શાંતિનાથ) શસ્ત્રથી પોતાની સાથળ ( જંઘા)નું માંસ કાપી સિંચાણને આપવા તૈયાર થયા. તે વખતે પક્ષીએ કહ્યું કે–એ માંસ પારેવા બરાબર તોળીને આપ.” જેથી કાંટાના એક બાજુના ત્રાજવામાં પારેવાને મુકી બીજી બાજુના ત્રાજવામાં પિતાના શરીરનું માંસ મૂકીને તેવ્યું. પણ દૈવિક શક્તિના પ્રભાવથી પારેવાનું વજન વધારે જણાયું. જેથી મેઘરથરાજા ( શાંતિનાથ પ્રભુ) એ છેડે થડે પિતાના શરીરના અંગોપાંગ કાપતાં આખું શરીર સિંચાણના ભક્ષણને માટે ત્રાજવામાં મૂકી દીધું. તે જોઈ પેલા દેવતાએ પારેવા તથા સિંચાણના રૂપને સંહરી લઈ પોતાનું દિવ્યરૂપ પ્રગટાવી પ્રભુ ઉપર પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી જ્યાં જ્યારવના માંગલિક દીવ્ય ધ્વનિથી રાજાની સ્તુતિ કરતે રાજાના