________________
૨૬૨
[ શ્રી વીર-વચનામૃત
નિષ્ફલ બનાવી દે અને પ્રિય-અપ્રિય વચનને સમભાવથી ગ્રહણ કરે.
न पक्खओ न पुरओ, नेव किच्चाण पिढओ। न जुंजे ऊरुणा ऊरुं, सयणे नो पडिस्सुणे ॥ ३३ ।।
ઉત્તર અ૦ ૧, ગા. ૧૮ ]. વિનીત શિષ્ય આચાર્યને ખભે અડાડીને તેમની હરળમાં ન બેસે, તેમની આગળ પણ ન બેસે, તેમ તેમને તરફ પીઠ રાખીને પણ ન બેસે. વળી તે એટલે નિકટ પણ ન બેસે કે તેમના સાથળને પિતાને સાથળ અડી જાય. જે ગુરુએ કઈ કાર્યને આદેશ કર્યો હોય તે તે પથારીમાં સૂતે સૂતે કે બેઠે બેઠે સાંભળે નહિ. તાત્પર્ય કે ઊભે થઈને વિનયપૂર્વક સાંભળે. हत्थं पायं च कायं च, पणिहाय जिइंदिए । अल्लीणगुत्तो निसीए, सगासे गुरुणो मुणी ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૮, ગા. ૪૫ ] જિતેન્દ્રિય મુનિ ગુરુની સમક્ષ હાથ, પગ અને શરીરને યથાવસ્થિત રાખી, તેમ જ પિતાની ચપળ ઈન્દ્રિએને વશ રાખીને (બહુ દૂર પણ નહિ અને સમીપ પણ નહિ એવી રીતે) બેસે. नीयं सिज्जं गई ठाणं, |
नीयं च आसणाणि य । नीयं च पाए वंधिज्जा,
नीयं कुजाण अंजलिं ॥ ३५ ॥ [ દશા અ૦ ૯, ૧૦ ૨, ગા. ૧૭ !