________________
ધારા ઓગણીસમી : સાધુધર્મ-ભિક્ષાચરી
एसणासमिओ लज्जू, गामे अणियओ चरे । अप्पमत्तो पमत्तेहि, पिण्डवायं गवेसए ॥ १ ॥
[ ઉત્ત. અ૦ ૬, ગા૦ ૧૭ ] સંયમી સાધુ એષણસમિતિનું પાલન કરતે ગામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈને ગૃહના ઘરમાંથી ભિક્ષાની ગવેષણ કરે.
समुआणं उछमेसिज्जा, जहासुत्तमणिदिअं । लाभालाभम्मि संतुटे, पिंडवायं चरे मुणी ॥ २ ॥
[ ઉત્તઅ ૩૫, ગા૦ ૧૬ ] મુનિ સૂત્રાનુસાર અને અનિંદિત અનેક કુલેમાંથી છેડે થેડો આહાર ગ્રહણ કરે અને મળે કે ના મળે તે પણ સંતુષ્ટ રહીને ભિક્ષાવૃત્તિનું પાલન કરે.
भिक्खिअव्वं न केअव्वं, भिक्खुणा भिरखवत्तिणा । कयविक्कओ महादोसो, भिखावित्ती सुहावहा ।। ३ ।।
[ ઉત્તo અ૦ ૩૫, ગા૧૫] ભિક્ષાવૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષા જ કરવી જોઈએ, પરંતુ મૂલ્ય આપીને કેઈપણ વસ્તુ લેવી ન જોઈએ, કેમકે ક્રય-વિકયમાં મહાદેષ રહેલો છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખ દેનારી છે.