________________
૨૧૭
સાધુધર્મ-ભિક્ષાચરી ]
कालेण निक्खमे भिक्खू , कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥ ४ ॥
[ ઉત્ત, અ૦ ૧, ગા૦ ૩૧] સાધુ ભિક્ષા માટે નિયત થયેલા કાલે ભિક્ષા માટે જાય અને ત્યાંથી યોગ્ય કાલે પાછો આવી જાય. તે અકાળને છોડીને કાળે તે કાળને અનુરૂપ ક્રિયા કરે.
સરૂ જ મરહૂ, કુલ્લા પુરણચિં ! अलाभुत्ति न सोइज्जा, तवत्ति अहियासए ॥ ५ ॥
[ દશ. અ. ૫, ઉ૦ ૨, ગા. ૬ ] ભિક્ષુ ભિક્ષાને કાલ થતાં ભિક્ષા માટે જાય અને યાચિત પુરુષાર્થ કરે. જે ભિક્ષા ન મળે તે શેક ન કરે, પરંતુ “સહજ તપ થશે” એ વિચાર કરીને સુધા આદિ પરીષહેને સહન કરે.
संपत्ते भिक्खकालम्मि, असंभंतो अमुच्छिओ। इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ॥ ६ ॥
[ દશ. અ. ૫, ઉ. ૧, ગા. ૧] ભિક્ષાને કાળ થતાં સાધુ ઉદ્વેગરહિત અને આહારાદિમાં મૂર્શિત ન થતાં આગળ બતાવવામાં આવી છે, એવી વિધિથી આહાર-પાણીની ગવેષણ કરે.
से गामे वा नगरे घा, गोयरग्गओ मुणी । चरे मंदमणुव्विग्गो, अवक्खित्तेण चेयसा ॥ ७ ॥
[ દશ. અ. ૫, ઉ. ૧, ગા. ૨ )