________________
ઉપકમ
શેઠના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી હતી, એટલે સહુ તેને કામધેનુ તરીકે ઓળખતા હતા. પરંતુ આવી ગયા બધાને મળી શકે ખરી ? નોંધપાત્ર બીના ત એ હતી કે એ ગાય મરી ગયા પછી તરત જ શેઠના ઘરમાંથી બધી લક્ષમી ચાલી ગઈ. એટલે કામધેનુ દ્વારા સંકલ્પની સિદ્ધિ કરવામાં જે ભયસ્થાન રહેલું છે, તેનો પાઠકેને ખ્યાલ આવી શકશે.
“ચિંતામણિ રત્ન મનુષ્યના સર્વ સંકલ્પની સિદ્ધિ કરવામાં સમર્થ છે, એમ આપણે ત્યાં ઘણા વખતથી કહેવાતું આવ્યું છે, પણ ચિંતામણિ રત્ન રસ્તામાં પડ્યું નથી. તે કદાચિત્ કોઈકને મહાપરિશ્રમ પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેની આશા રાખી શકીએ નહિ. | મુશદાબાદવાળા જગત શેઠને ચંદ્રમણિ નામે એક મણિ પ્રાપ્ત થયો હતો અને તેના લીધે તેમની પાસે અઢળક સંપત્તિ એકઠી થઈ હતી, પરંતુ આ મણિ અન્ય કેઈને પ્રાપ્ત થયાનું સાંભળ્યું નથી, એટલે આવી ઘટનાઓને આપવાદિક લેખવી જોઈએ.
અમે એક એવી વ્યક્તિની જીવનકથા જાણીએ છીએ, કે જેણે કોઈ સાધુ-સંતના કહેવાથી ચિતામણિ રત્નની પ્રાપ્તિ કરવા માટે દિવસો સુધી જંગલોને, પહાડોને તથા અંધારી ગુફાઓ વગેરેનો પ્રવાસ કર્યો હતો અને છેવટે સર્પદંશ થતાં, મૃત્યુ સાથે મહેમ્બત કરી હતી.
તાત્પર્ય કે કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ રત્નના