________________
સકસિદ્ધિ આધારે સપેાની સિદ્ધિ કરવાના વિચાર વ્યવહારુ નથી અને શકય પણ નથી, એટલે સુજ્ઞ મનુષ્યાએ તે પેાતાને જે સાધના પ્રાપ્ત થયાં છે, તેના આધારે જ પેાતાના સલ્પાની સિદ્ધિ માટે પ્રયાસ કરવા જોઈએ અને તે માટે આ ગ્રંથમાં પૂરતી સામગ્રી અપાયેલી છે.
તપશ્ચર્યા અને ચોગસાધનાના અવલંબનથી મનુષ્યને ઉત્તમ કોટિની સંકલ્પસિદ્ધિ થાય છે, પણ તેનું વર્ણન–વિવેચન અહીં પ્રસ્તુત નથી. તે માટે જિજ્ઞાસુઓએ પાતંજલ યેાગસૂત્ર અને તેના પરનાં ભાષ્ય વગેરે જોવા જોઈ એ.
મંત્રાપાસનાના બળે મનુષ્ય પેાતાના વિશિષ્ટ સકલ્પાની સિદ્ધિ કરી શકે છે, એ હકીકત સાચી છે. પણ એ વિષય જુદો છે અને ખાસ અધ્યયન માગે છે. વળી તેમાં ગુરુકૃપાની પણ ઘણી જરૂર રહે છે, એટલે અમે પ્રસ્તુત ગ્રંથમાં તેને સ્પર્શી કર્યા નથી. આમ છતાં અહીં એટલુ જણાવવુ જરૂરી સમજીએ છીએ કે જેમને મંત્રના વિષયમાં પ્રમાણભૂત માહિતી મેળવવી હાય અને તેના દ્વારા થતી વિધવિધ સિદ્ધિ અંગે વિસ્તારથી જાણવું હાય, તેમણે અમારા રચેલા ‘મંત્રવિજ્ઞાન ’ તથા ‘મત્રચિંતામણિ’ એ બે ગ્રંથા અવશ્ય જોવા.
અમે અહીં’ સંકલ્પસિદ્ધિનું જે નિરૂપણ કરવાના છીએ, તેના મુખ્ય પાયા એ છે કે દરેક મનુષ્યને સંલ્પશક્તિ પ્રાપ્ત થયેલી છે, તેના જો વિધિસર વિકાસ તથા ઉપયાગ કરવામાં આવે તે તે પેાતાની સતામુખી ઉન્નતિ સાધી શકે છે, એટલું જ નહિ પણ ધારે તેા આભના તારા નીચે