________________
૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અમને સૂચન કરશે તેા દ્વિતીય આવૃત્તિમાં એ ત્રુટિને દૂર કરવાના યથાસાધ્ય પ્રયાસ અવશ્ય થશે.
આભાર પ્રદર્શન—
આ ગ્રન્થના નિર્માણ અંગે અમને અનેક ઈષ્ટમિત્રા તરફથી વિવિધ પ્રકારની સહાયતા મળી છે, આથી અમે અમારા તમામ સહાયકા પ્રતિ ધન્યવાદપૂર્વક હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. જૈન સાહિત્યના રધર લેખક શ્રીયુત્ મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ., એલ.એલ. બી. (વકીલ, હાઇકોર્ટ, મુંબઇ)ને અમે હાર્દિક આભાર માનીએ છીએ, એમણે અમારા આગ્રહને વશ થઈ અનેક કાર્યોંમાં રચ્યાપચ્યા હોવા છતાં અમને વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના લખી મોકલી. રાજપૂત ઇતિહાસના અમર લેખક વિશ્વવિદ્યુત પરમ શ્રદ્ધેય મહામાહાપાધ્યાય રાયબહાદુર પડિત ગૌરીશ’કરજી હીરાચન્દ્રજી આઝા મહાદચે વૃદ્ધાવસ્થામાં, શારીરિક અસ્વસ્થતા હૈાવા છતાં પણ પોતાની અમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી અમને અનુગ્રહીત કરેલ છે. અમને નથી સમજાતું કે આ બન્ને વિદ્વાનોના ક્યા
શબ્દોમાં આભાર માની શકાય !
અમને કહેતાં અવર્ણનીય હર્ષ થાય છે કે વિદ્મદ્ર (સંપ્રતિ ઉપાધ્યાય) શ્રીલબ્ધિમુનિજી મહારાજે આ ગ્રન્થના આધારે સૂરિજીના ચરિત્રની સંસ્કૃત કાવ્યરચના કરી દીધી છે, જે માટે તે પણ ધન્યવાદને પાત્ર છે.
ગાધીશ શ્રીહરિસાગરજી, તથા પ્રવક મુનિ શ્રીસુખસાગરજી, વિદ્વદ્મ શ્રીશ્વિમુનિજી, બાઝૂ પૂરચન્દ્રજી