________________
આયમ વકતવ્ય
१७
ઉપસંહાર–
સમ્રાટ અકબરના દરબારમાં શ્રીમાન હીરવિજયસૂરિજી તેમજ શ્રીજિનચન્દ્રસૂરિજીનો સારો એવો પ્રભાવ રહ્યો છે, જેમાં હિરવિજયસૂરિજીની જીવનકથા તો વર્ષો પૂર્વે શોધખોળ દ્વારા પ્રકટ થઈ ચૂકી હતી, કિન્તુ ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં ન મળવાને કારણે શ્રાજિનચન્દ્રસૂરિજીનું જીવન અત્યાર લગી પ્રકાશમાં નહોતું આવ્યું. શ્રીહીરવિજયસૂરિજીની માફક એમની ચરિત્ર-સામગ્રી કેઈમેટા ગ્રન્થાકારમાં પ્રાપ્ય નહોતી, પરન્તુ “કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ” અને રાસદ્ધય તેમજ અન્ય સર્વ અંગે અહીં તહીં વેરવિખેર સ્થિતિમાં હતાં. એ બધાં સાધનોને એકત્ર કરી સંપાદન કરવાનું કાર્ય કેટલું કઠણ અને શ્રમસાધ્ય છે, એ તો સાહિત્ય-પ્રેમી વિદ્વાનો જ સમજી શકે. કહ્યું છે કે
વિજ્ઞાનેર વિનાનાતિ, વિજ્ઞાનપરિઝ नहि वन्ध्या विजानाति, गुर्वीप्रसववेदनाम् ॥१॥" (અર્થાત વિધાનના કાર્યની કઠિનતા વિદ્વાન જ સમજી શકે; જેમકે પ્રસૂતિની વેદનાને વંધ્યા ન જ જાણી શકે )
પાંચ વર્ષના અનુશીલન અને પરિશ્રમે આ ગ્રન્થ લખાયે છે, અને એને સર્વાંગસુંદર બનાવવાનો પૂર્ણ પ્રયાસ થયે છે. એ કાર્યમાં અમે કેટલે અંશે સફળ થયા છીએ એનો નિર્ણય કરવાનું કામ તે સુજ્ઞ વાચક પર જ છોડીએ છીએ. જો કે બેપરવાઈ અને પ્રમાદથી બચી રહેવાની અમે ખાસ કાળજી રાખી છે, છતાં ય આ અમારો પ્રથમ પ્રયાસ હોવાથી અનેક ત્રુટિઓ રહી જવા સંભવ છે. વિદ્વજને એનું સંશોધન કરી