________________
૨૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
બોલીને જ બેસી ન રહ્યા, પણ તે સમયેજ એમણે મંત્રીશ્વરને પિતાની પરિષદના સામાજિક લોકેના અધ્યક્ષ બનાવ્યા, અને ખુદ પિતાને હાથી અને સોનાનાં આભૂષણથી સુસજિજત શિકારી ઘેડ અર્પણ કર્યો, એટલું જ નહીં, પરંતુ થોડા જ દિવસમાં તેઓ સમ્રાટને એટલા બધા વિશ્વાસપાત્ર બની ગયા કે સમ્રાટે મંત્રીવરને પિતાના ખજાનાના અધિકારી (ખજાનચી) અને સામપુર નગરના રાજ્યપાલ નીમ્યા.
એ પછી મંત્રીવરનું સમ્રાટપુત્ર સલીમને મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન પુત્રીના જન્મદેષની શાંતિ નિમિત્તે અષ્ટોત્તરી સ્નાત્ર કરાવવું, વા. મહિમરાજજી અને પછી સૂરિજીને સમ્રાટના વિનીત આમંત્રણથી લાહોર બેલાવવું, કાશ્મીર યાત્રામાં સમ્રાટની સાથે મહિમરાજજીનું જવું, જિનસિંહ સૂરિજીની પદ સ્થાપના સમયે સવા કરોડનું દાન દેવું આદિ અનેક કાર્યોમાં વિપુલ ધન ખર્ચ કરી શાસન શોભામાં અભિવૃદ્ધિ કર્યાનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકના ૬-૭ અને ૮મા પ્રકરણમાં અમે લખી ચૂક્યા છીએ, એટલે અહીં એની પુનરૂક્તિ કરવી આવશ્યક નથી. “અકબર પ્રતિબોધ રાસ થી જાણવા મળે છે કે એમને પ્રભાવ સર્વવ્યાપી હતો. તમામ દેશના રાજાઓ, અમીર ઉમરાવ, મીર, મલ્લિક, ખેજા અને ખાન બધાયે એમનું બહુમાન કરતા. અને સમ્રાટ અકબર સાથે તે એમની ગાઢ પ્રાતિ બંધાઈ ગઈ હતી. આ બાબતમાં ઐ, જે. કા. સં. પૃ. ૯૧ જુઓ.
મંત્રીશ્વર ખરતરગચ્છના અનન્ય ભકત હતા. તપાગચ્છીય સુપ્રસિદ્ધ વિદ્વાન સિદ્ધિચન્દ્રજીએ “ભાનુચન્દ્ર ચરિત્ર” માં મંત્રીકવરને “ખરતરગચ્છ શ્રાદ્ધમુખ્ય” અને “ભૂભુજમાન્ય