________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૯
પ્રતિમાઓને પુનઃ પ્રાપ્ત કરી મંત્રીશ્વર સ્વસ્થાને લાવ્યા. જૈન સંઘ ખૂબ હર્ષ પામ્યો. આ કાર્ય થી મંત્રીશ્વરે શાસનની અપૂર્વ સેવા કરી. ફત્તેપુરથી તમામ પ્રતિમાઓ પોતાની સાથે બીકાનેર લઈ આવ્યા અને મહોત્સવ પૂર્વક પિતાના ઘરદેરાસરમાં સ્થાપિત કરી
સમ્રાટ અકબરે પ્રસન્ન થઈ વછરાજ વંશજોની મંત્રી પતિનઓના પગમાં નપુર આદિ સોનાનાં આભૂષણો પહેરવાની આજ્ઞા આપીને વછાવતવંશની મહત્તા વધારી. આથી પહેલાં
સવાલ વંશજ “સાધુ-સારંગ”ના ઘરાણાની સ્ત્રીઓ સિવાય કોઈનેય માટે આવી આજ્ઞા નહોતી.
- સુરસમખાને ગુજરાતમાંથી કેટલાય વણિક કેદીઓને લાવેલા, એમને ઘણું દ્રવ્ય આપી મંત્રિએ છોડાવ્યા, જૈન યાચકોને બહુ દાન દીધાં, શત્રુંજય અને મથુરાના જીર્ણ ચન ઉદ્ધાર કર્યો. દરેક દેશ, દરેક ગામ, પ્રત્યેક પ્રાંત અને શહેર, ઠેઠ
આ વિષયના તત્કાલીન બે સ્તવનો અમને મળ્યાં છે, એના જ આધારે આ વૃત્તાંત લખેલ છે. આ સ્તવનો ભવિષ્યમાં અમારા તન્ફથી પ્રકટ થનાર બીકાનેર જૈન લેખ સંગ્રહ” માં પ્રકાશિત થશે.
આ પ્રતિમાઓમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની ચૌવીસી મૂર્તિ આજે પણ “વાસુપૂજ્યના મદિર” માં વિદ્યમાન છે. અન્ય પ્રતિમાઓ પણ કેટલાંય વર્ષો સુધી ઉકત મંદિરમાં રોજ પૂજાતી હતી. પાછળથી આટલી બધી પ્રતિમાઓનું પૂજન પ્રબંધ મુકેલ થવાથી, કે અન્ય કોઈ કારણે જૈન સંઘે શ્રાચિંતામણિજીના મંદિરના ભૂમિગૃહમાં રખાવી દીધી. આ પ્રતિમાઓનો વખતોવખત ઉપદ્રવ અને મહામારી આદિ રોગ ઉપશાતિ નિમિત્તે ભૂમિગૃહમાંથી અનાર કાઢી માજિકા–મહેસ્વ આદિ કરવામાં આવે છે. હાલમાંય સં. ૧૯૮૭ ના કાતિ ક મુદિ ૩ ના રોજ કાઢીને માગસર વદ ૪ ના પુનઃ અંદર પધરાવવામાં આવી હતી.