________________
૨૧૪
યુગ પ્રધાન ને મંત્રીશ્ચર કર્મચ–એ સવાલ જ્ઞાતિના પુનીત ઇતિહાસમાં વછાવત વંશની બલિહારી છે આ શની ઉજજવલ કીર્તિકૌમુદીનું વિસ્તૃત વર્ણન “કર્મચન્દ્ર ત્રિ વંશ પ્રબંધ” માં છે. આ વંશના મહાપુરુષેનો બીક નેર રાજ્ય સાથે રાજ્યની સ્થાપનાથી માંડીને લગભ દોઢસો વર્ષ સુધી ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સંક્ષિપ્તમાં આટલું જ કહેવું બસ થશે કે બીકાનેર રાજ્યની સીમા વૃદ્ધિ અને રક્ષા કરવામાં આ લેકોનો બહુ મોટો ફાળો હતો. રાજનૈતિક ક્ષેત્રની સાથેસાથ ધાર્મિક ક્ષેત્રમાં પણ આ વંશની વિભૂતિઓની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે.
વસ્થાવત વંશને જૈન ધર્માનુરાગી બનાવવાનો શ્રેય ખરતરગચછના આચાર્યોને છે, અને એ લોકોએ પણ આ ગઈ પરત્વેની પૂરતી કૃતજ્ઞતા સ્વરૂપ શ્રદ્ધાંજલી સમર્પણ કરીને ગચ્છનું પોતાપરનું ત્રણ રીતસર સ્વીકારું છે. એ વિશે વધુ માહિતી
કર્મચન્દ્ર વંશ પ્રબંધ” પરથી મેળવી લેવી. અહીં તે અમે માત્ર સૂરીજીના જીવન સાથે સંબંધ ધરાવનાર મત્રિ. સંગ્રામસિંહજી અને કર્મચન્દ્રજીનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ.
મંત્રી નગરાજજી વછાવતના પુત્ર સંગ્રામસિંહજી ખરતરગચ્છ પ્રત્યે ખૂબ ભક્તિ તેમજ અનુરાગ રાખવાવાળા હતા. તત્કાલીન ગચ્છના શિથિલાચારને હટાવી સુવ્યવસ્થા કરવામાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી. સં. ૧૬૧૪ માં જ્યારે સૂરિજીએ ક્રિયાદ્વાર કર્યો, ત્યારે એમણે ધર્મકાર્યમાં ખૂબ ધન વાપર્યું હતું,
* श्रीजिनचन्द्रसूरीणां, समग्रगुणशालिनाम् । વિથોદ્ધારમણ્ય, ચેન વિત્તવ્યન વૈ | ૨૪ |
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ)
-