________________
મા શાક ગણ
૨૧૫
જેનો ઉલ્લેખ અમોએ ત્રીજા પ્રકરણમાં કર્યો છે. એમણે પોતાના માતુશ્રીના પુણ્યાર્થે પષધશાળા નિર્માણ કરાવી, અને ૨૪ વાર બકાનેરમાં ચાંદીના રૂપિયાની લહાણ કરી હતી. રાય કલ્યાણસિહજીના તેઓ પ્રધાન મંત્રી હતા, અને હસન કુલીખાન સાથે એમણેજ સંધિ કરી હતી. પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરી પાછા વળતી વખતે મેવાડાધિપતિ મહારાણા ઉદયસિહે એમને સન્માન્યા હતા. ચતુર્વિધ સંઘ અને યુવાનની ભક્તિમાં એમણે ખૂબ ધન વ્યય કર્યું હતું. સં. ૧૬૧૨ માં એમના કહેવાથી શ્રીસાધુકતિજીએ “સપ્તમરણ બાલાવબોધ”ની રચના કરી, જેની પ્રતિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
એમને સુતાણદેવી, ભાગવત દેવી અને સુરૂપાદેવી નામે ત્રણ ધર્મ પરાયણ પત્નીઓ હતી.
મંત્રીશ્વર કર્મચન્દ્ર અને જસવંત ૪ એમનાજ પુત્રરત્ન હતા. બાલ્યકાળમાંજ કર્મચન્દ્રની પ્રતિભા દાખવતી હાથપગની
x છ વાની પદ્ધ વંશાવલીથી જાણવા મળે છે કે કર્મચદ્ર બી ને ર છે ઇયા પછી તેઓના ભ્રાતા જસવંત રાજન રાયસિંહ પાસે રહ્યા હતા. એક સમયે થાનગર જતી લાવવાનું સમ્રાટ અકબરે પોતાની સભામાં બી ફેરવેલું, જ્યારે અન્ય કેઈએ એ ન લીધું ત્યારે રાજ રાયસિંહ એ બીડું ઝડપ્યું, ને મોટી સેના લઈ યુદ્ધ નિમિત્તે થટ્ટા ગયા. આ વખતે મંત્રી કર્મચંના બ્રાતા જસવતે પિતાની સ્વામિભકિત અને વીરતાનો અછો પરિચય કરાવ્યો, જેથી પ્રસન્ન થઈ મહારાજાએ એને સન્માન પૂર્વક “મંત્રીપદ” પર નિયુકત કર્યા. જસવંત જેવા વીર હતા, એવાજ દાની પણ હતા. સાંકર (ભાટ) ને એમણે ખૂબખૂબ દાન દીધેલ. ગદ્યવંશાવલિમાં એમનું મૃત્યુ કુંવર ભીમરાજની અવકૃપાને કારણે થયું હેવાનું લખેલ છે. એમની સંતતિ બાબતમાં આગળ કુટનોટમાં કહેવામાં આવશે.