________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૫ પરંતુ શ્રીજિનચંદ્ર સૂરિજીને નામે એમની વિદ્યમાનતામાં અન્ય (૧) પિમ્બક શાખા, (૨) આદ્યપક્ષીય, આદિ ખરતરગચ્છની શાખાઓમાં કેટલાંક આચાર્યો થઈ ગયા છે, એથી ઉપરોક્ત નામવાળા શિષ્યો, કઈ શાખા વતિ જિનચંદ્રસૂરિ આચાર્યના શિષ્ય હતા. એ નિર્ણય ન થઈ શકવાથી તેમનો પરિચય આપવામાં આવતો નથી.
સં. ૧૯૮૬માં શ્રી જિનસાગરસૂરિજીથી “લઘુ-આચાર્ય” નામની શાખા નીકળી હતી. એ પછી આપણા ચરિત્રનાયકનો અધિકાંશ શિષ્ય પરિવાર એમના આજ્ઞાનુયાયી થયાનો ઉલ્લેખ “શ્રીનિર્વાણરાસ” માં છે. યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીની પરંપરામાં હજુય પં. નેમિચન્દ્રજી યતિ ( બાહડમેર) આદિ કેટલાક યતિવર્ય વિદ્યમાન હતા. અને એજ શાખાના અનુયાયી હતા.
x सखर गीतारथ साधु भलाभलाजी, मानइ मानइ (?) पूज्यकी आण । समयसुन्दरजी पाठक परगडाजी, पाठक पुण्यप्रधान ॥२॥ जिनचन्द्रसूरिना शिष्य मानइ सहुजी, बड़ा बडा श्राबक तेम। धनवन्त धींगा पूज्य तणइ पखइजी, वडभागी गुरु एम ॥ ३ ॥ વધુ માહિતી માટે અમારો “ઔતિહાસિક જૈન-કા - સંગ્રહ” જૂઓ.