________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૭ સાધ્વી વિદ્યાસિધ્ધિકૃત “ગુણી-ગીત” પરથી જાણવા મળે છે કે એની ગુણીને “પહુરણી” (પ્રવત્તિની)પદ એમણેજ આપ્યું હતું.
એમની સ્તવન, સઝાઈ આદિ કેટલીક નાની કૃતિઓ પણ મળી છે. - બીકાનેરના શ્રીરેલ દાદાજીમાં એમની પાદુકાઓ એક તૂપમાં પ્રતિષ્ઠિત છે જેને લેખ આ પ્રમાણે છે___ "सं. १६७६ वर्षे जेष्ठवदि ११ दिने युग-प्रधान श्रीजिन सिंहमूरि सूरीश्वराणां पादुके कारिते प्रतिष्ठिने च ॥शुभं भवतु।"
બીકાનેરમાં નાહટાઓની ગુવાડના શ્રીષભદેવજી મંદિરમાં પણ એમની પાદુકાઓ છે, તેને લેખ આ પ્રમાણે છેઃ
"सं. १६८६ वर्षे चैत्र वदि ४ दिने युगप्रधान श्रीजिनसिंह सूरीणां पादुके कारिते जयमाश्राविकया, (प्र.) भट्टारक युगप्रघान श्रीजिनराजसूरिराजेंः"
એમના શિષ્ય ઘણા સારા સારા વિદ્વાન હતા, જેમાંના કેટલાકના નામે તો અમને મળેલ છે. એ બધાને મેટી દીક્ષા યુગપ્રધાન શ્રીજિચન્દ્રસૂરિજીએ આપી હતી, એથી એમનાં નામ પણ ન%િ અનુક્રમ પ્રમાણે લખીએ છીએ.
(૧) હેમા મન્દિર –તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. બીકાનેર જ્ઞાનભંડારમાં જુદા જુદા શ્રાવકશ્રાવિકાઓએ એમને વરાવેલ ગ્રંશની કેટલીક પ્રતિઓ વિદ્યમાન છે. એમની કૃતિ એક શ્રીજિનકુશલ સૂરિ સ્થાન સ્તવન ગાથા ૯ ઉપલબ્ધ છે.
(૨) હરખંદન—આ પણ એમના શિષ્ય હતા, એમના + શિષ્ય ભુવનરાજે સં. ૧૬ ૮૭ ફા. સુદ ૫ બીક નેરમાં લખેલ એક અજ્ઞાત નામ પ્રતિનો અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.