________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૧ નામ માનસિંહ હતું, એથી જ સમ્રાટ એમને પ્રાય: એ નામેજ સંધતા હતા. અમે આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં લખી ચૂક્યા છીએ કે સં. ૧૬ર૩ માં જ્યારે શ્રીજિનચ દ્રસૂરિજી બીકાનેર પધાર્યા હતા ત્યારે એમણે કેવળ આઠવર્ષની અવસ્થામાં વૈરાગ્ય પામી સૂરિજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરેલ, સૂરિજીએ એમનું નામ “મહિમરાજજી” રાખ્યું, અને વિદ્વાન નિર્મલ ચારિત્રપાત્ર અને વિનયશીલ હોવાને કારણે સં. ૧૬૪૦ ને માહ સુદિ પ ના રોજ જૈસલમેરમાં સૂરિજીએ એમને વાચક પદથી અલંકૃત કર્યા હતા.
“શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસથી જાણવા મળે છે કે સમ્રાટ અકબરના આમંત્રણથી સૂરિ મહારાજે પિતાથી પહેલાં અન્ય છ સાધુઓની સાથે એમને જ સમ્રાટના દરબારમાં મોકલ્યા હતા, અને એમના દર્શનથી સમ્રાટ ખૂબ પ્રસન્ન થએલ, અને એમની સાથે રોજ ધર્મચર્ચા કરવા લાગેલ.
અમે સાતમા પ્રકરણમાં લખી ચૂકેલ છીએ કે જ્યારે શાહજાદા સલીમના ઘેર મૂળ નક્ષત્રમાં કન્યાને જન્મ થયો હતું, ત્યારે મંત્રીશ્વર કર્મચન્દ્રના પ્રબંધથી એમણેજ તેના દેષ નિવારણાર્થે અષ્ટોત્ત ત્ર પૂજા વિધિ ભણાવી હતી સૂરિજીની આજ્ઞાથી સમ્રાટની સાથે કાશ્મીર વિહાર કરી જૈન ધર્મની અતિશય ઉન્નતિ કરનાર પણ તેઓ જ હતા. ગજની અને ગલકુંડા જેવા અનાર્ય દેશોમાં તથા ઠેઠ કાબુલ સુધી અમારી ઉષણ પણ એમણેજ કરાવી હતી, કાશ્મીરના રસ્તામાં આવતા અનેક તળાના જલચર ની રક્ષા પણ એમણે કરાવી હતી કાશ્મીર વિજય પ્રાપ્તિ પછી શ્રીનગરમાં સમ્રાટને ઉપદેશ આપી આઠ દિવસની અમારી ઉઘેષણ કરાવી હતી.