________________
યુગપ્રધ ન પદ પ્રાપ્તિ
૧૧૯,
કહેવાની જરૂર નથી કે આ ગ્રંથોમાંય સાગરજીએ પિતાને સહજ સ્વભાવનુસાર વિકૃત અને ખંડનાત્મક શૈલિને જ અપનાવેલ. એટલે આ બધા ગ્રંથમાં પિતાની વિદ્યાના અભિમાનમાં ઉન્નત બની ભયંકર અસત્ય આક્ષેપો અને સાથે સાથે અસભ્ય અને અતિ કટુ વચનેથી શ્રીજિનદત્તસૂરિજી આદિ યુગપ્રધાન શાસન પ્રભાવક મહાપુરુષની નિંદાજ કરી.
સાગરજીના “મિથ્યા દુષ્કૃત” પણ કલ્પસૂત્ર વૃત્તિ નિર્દિષ્ટ કુંભારના “મિચ્છામિ દુક્કડ” ની વાત જેવાજ રહ્યા, અને આવી એમની પ્રવૃત્તિથી જૈનશાસનમાં શ્રેષાગ્નિની વિષમજવાળાએ અતિતીવ્રપણે પ્રકટી ઉઠી, જેના દુષ્કળ આજે પણ બધા ગોમાં અરસપરસ વૈમનસ્ય રૂપે ભગવાતું નજરે પડે છે. અન્ય ગચ્છવાળાઓને તો આથી વિશેષ ક્ષતિ ન થઈ, પરંતુ તપગવાળાઓના કેટલાંય વિદ્વાનોએ એમનો પક્ષ લીધે, જેને પરિણામે એ ગચ્છની સંગઠન શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ, અને અંદરઅંદરના વેરઝેર એટલા બધા વધી ગયા કે જેથી “આણન્દ સૂર” અને “દેવસૂર” નામના ગ૭ ભેદ સદાને માટે થઈ ગયા.
આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીએ સમ્રાટની સામે અનેક વિદ્વાનોની મંડલીમાં ઉપર્યુક્ત પ્રવચન પરીક્ષાદિ ગ્રંથની નિસારતા અને અસભ્યતા સિદ્ધ કરી બતાવી અને ઉપસ્થિત
* આજે પણ તિથિમાન્યતાના અંગે સાગર અને રામ જેવા તથા બીજા પણ અનેક પક્ષે થઈને સમગ્ર તપ-ગ૭માં જે ભયંકર વિખવાદની હળી સળગી રહી છે. એ સાગરજી રચિત ગ્રંથોને જ મહાન પ્રભાવ છે,