________________
વિહાર અને ધર્મભાવના
આચાર્ય પદ પ્રાપ્તિ પછી પોતે નિરંતર સર્વત્ર વિહાર કરતા કરતા અનેક જીવને પ્રતિબંધ કર્યો, અને હજારો શ્રાવકને જૈનદર્શનનો સદુધ આપી ધર્મમાં દઢીભૂત કર્યા. આથી અનેક સ્થળોમાં જિનાલય અને જિનબિંબોની પ્રતિષ્ઠા ઉપધાન, વ્રતગ્રહણ, ઈત્યાદિ પ્રશંસનીય ધર્મ-કૃ થયા. અનેક સંઘ કાઢવામાં આવ્યા, જેની સાથે રિ-મહારાજે મારવાડ, ગુજરાત અને પૂર્વ પ્રાન્તીય તીર્થોની યાત્રા કરી. પર પક્ષિઓએ કરેલા આક્ષેપો રદીઓ આપવામાં અને વિદ્યાભિમાની પંડિતને નિરુત્તર કરી મૂકવામાં સૂરિજીની પ્રતિભા ખૂબખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. જૈનદર્શનનો પ્રચાર એમણે ખૂબ જોરથી કર્યો તેમના સદ્ગુણ અને વિદ્વત્તાની સૌરભ સર્વત્ર પ્રસરતી પ્રસરતી સમ્રાટ અકબરના દરબાર સુધી પહોંચી ચૂકી હતી.