________________
===
=
જૈન મહાસભાની સ્થાપના
અજાબ ગુરુદેવને મનહર ગુલશન હતું. એ બગીચાને સુરમ્ય બનાવવા ગુરુદેવે ભારે પરિશ્રમ વેઠવ્યો હતે. જન સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે ગુરુદેવ પંજાબભરમાં વિચરી ઉપદેશામૃતથી સિંચન કરતા હતા. હજારે ભાવિક જનોને સત્ય ધમ તરફ વાળવા ગામેગામ ફરી ફરીને પંજાબને પ્રેરણાનાં પાન કરાવી રહ્યા હતા.
ગુરુદેવના શિષ્ય પરિવારને પણ પંજાબ તરફ ભારે મમત્વ હતું અને પંજાબને જૈન સમાજ ઉન્નતિના પંથે વિચરે, સમાજના અજ્ઞાનનો નાશ થાય, સમાજના કુરિવાજે દૂર થવા પામે, સમાજમાં શિક્ષણનો પ્રચાર થાય, સમાજના અંગેઅંગમાં પ્રાણ આવે, સમાજમાં નવચેતન અને જાગૃતિ