________________
ધર્મવીર ઉપાધ્યાય
અહીંથી વિહાર કરી આપ અમૃતસર પધાર્યા. અહીથી લાહાર થઈ ગુરુદેવના સ્વર્ગીય ધામ ગુજરાવાલામાં પધાર્યા.
ટ
પ્રથમ આપે સ્વર્ગીય જૈનાચાય શ્રીમદ્ વિજયાનન્તસૂરિ આત્મારામજી મહારાજના પવિત્ર સમાધિમદિરના દર્શન કર્યાં. ત્યારબાદ વયે વૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, સ્વામી શ્રી સુમતિવિજયજીના દર્શનને લાભ લીધે.
ગુજરાવાલા શ્રી સંઘે આપના સ્વાગતમાં ભારે ઉત્સાહ અતાન્યેા. સેકડા સ્ત્રીપુરુષાએ જલૂસમાં ભાગ લીધા.
ગુરુ જયન્તી તે દર સાલ થતી હતી, પણ આ વર્ષની જયન્તીના હાટ ઔર જ હતા. બહારથી કેટલીય ભજનમંડળીઓ આવી હતી. હારા સ્ત્રીપુરુષા પણ આવ્યાં હતાં. ઉત્સવનું નગરકીન ખૂબ ધૂમધામથી થયું. સભા મંડપમાં સ્વ. આચાર્યશ્રી શ્રીમદ્ વિજ્યાનન્તસૂરિજીની સ્મૃતિમાં અનેક ઉત્તમાત્તમ ભજન જુદી જુદી ભજનમંડનીઓએ ગાયાં. મુનિશ્રી વિષ્ણુધવિજયજી તથા મુનિશ્રી વિચક્ષણવિજયજી તથા મુનિશ્રી સમુદ્રવિજયજીનાં વ્યાખ્યાને થયાં. છેવટે પન્યાસજી મહારાજે એક મનનીય વ્યાખ્યાન આપ્યુ. સં. ૧૯૭૭નું આપનું ચામાસુ ગુજરાવાલામાં થયું.