________________
દાવાનળની શાંતિ
૬૭
આજે વ્યાખ્યાનને માટે ભારે ભીડ થઈ હતી. પટ્ટીના કેટલાક સંભાવિત લોકા દર્શને આવ્યા હતા. આખી સભા મહારાજશ્રીનાં અમૃતવચન સાંભળી રહી હતી. મહારાજશ્રી હ્રદયના ભાવથી સમાજ અને ધર્માંની પરિસ્થિતિનુ ચિત્ર રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યું:
“ મહાનુભાવે ! જગતમાંથી શું લઈ જવાનુ છે ? કલેશ અને કંકાસ, આધિ અને વ્યાધિ લઈ ને આપણે જવું છે શું? શા માટે વર્ષોથી કલેશ ચાલ્યું આવે ? શુ ભાઈ ભાઈમાં પણ આવે! કલહ સભવે ખરા ? તમે એકબીજાને ત્યાં જઈ ન શકેા ? જમી ન શકે! ? સારાનરસા પ્રસંગે સુખદુઃખમાં ભાગ ન લઈ શકે ? કેવી વિષમ પરિસ્થિતિ ! જૈનધમ અને વીરની ક્ષમાના આ અર્થ કે ? વીર ભગવાનનાં સતાના કેવાં ક્ષમાશીલ અને કેવાં શૂરવીર હાવાં જોઈએ ? હું તે। આ તમારી પરિસ્થિતિ જોઈ દુ:ખી દુ:ખી થઈ રહ્યો છું. મારી તપશ્ચર્યાથી એ કલેશની જ્વાળા હું ઠારવાના નિર્ણય કરું છું.”
આ શબ્દોએ જાદુ કર્યું. નાનામેાટા બધાની આંખેામાં આંસુ છલકાઈ ગયાં. આગેવાને ઊભા થઈ ગયા અને મહારાજશ્રી જે રીતે હુકમ કરે તે રીતે સમાધાન કરવા પ્રતિજ્ઞા કરી.
ખસે વર્ષના કલેશના દાવાનળ શાંત થયા. પટ્ટી-ફ્રિયાલાના ખચાખચ્ચામાં આનદલહરી ફેલાઈ ગઈ. આજે પણ આ સમય અને આ મહાન ઉપકારી ગુરુ મહારાજને અન્ને ગામના એનભાઇએ નથી ભૂલ્યાં.