________________
દાવાનળની શાંતિ
ડિયાલાગુરુનું આપનું આગમન કેઈ સુભગ ક્ષણે થયું હોવું જોઈએ. અહીંના કાર્યમાં જે મહત્ત્વનું કાર્ય થયું તે મહારાજશ્રીના જીવનમાં એક ચમત્કારિક કામ કહેવાય. આજ પહેલાં ઘણાય સાધુમુનિરાજે અને આચાર્યો પણ આવી ગયેલા, પણ જે કામ આપણા પંન્યાસજી મહારાજે સિદ્ધ કર્યું તે કઈ નહોતું કરી શક્યું. વચનમાં પણ કેટલી શક્તિ હોય છે ! ભાવના અને જીવનની તપશ્ચર્યા પણ ભારે બલપ્રદ હોય છે.
લગભગ દોઢસો-બસો વર્ષથી પટ્ટી અને જડિયાલા ગુરુના જન ભાઈઓમાં દૈવવશાત્ એક એવો વિરોધ થઈ ગયો હતે, કે આપણને બધે વ્યવહાર બંધ થઈ ગયું હતું.