________________
-
-
શ્રીરામ જયંતી મહાવીર છે, કારણ કે મહાવીરે સત્ય ધર્મ દર્શાવ્યો તેનું પાલન બ્રાહ્મણ અને ચંડાળ પણ કરી શકે. જે પાળે તેને ધર્મ. “મહારાજશ્રીના આ ઉદાર અને સમદષ્ટિ વક્તવ્યની ભારે અસર પડી. જૈન-જૈનેતર, સનાતની ભાઈઓ બધા મહારાજશ્રીની રોલીની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
જીરાથી આપ પટ્ટીના શ્રી સંઘની વિનતિથી પટ્ટી પધાર્યા. પટ્ટીને પ્રવેશ બહુ જ શાનથી થયે. આપના ઉપદેશમાં સેંકડો સ્ત્રીપુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધી જાતિના લેકે આવતા હતાં. લાંલા જીવામલ મુકંદીલાલ તથા લાલા ફકીરચંદની ધર્મપત્નીએ જ્ઞાનપંચમીનું ઉઘાપન કરાવ્યું. આ પ્રસંગે અંબાલા તથા જડિયાલાથી ભજન મંડળીઓ આવી હતી. બહાર મંડીમાં આપનું સાર્વજનિક વ્યાખ્યાન થયું, જેમાં હિન્દુ સજજન ઉપરાંત ઘણા મુસલમાન ભાઈએ પણ હાજર હતા. અહીં ધમની પ્રભાવના સારી રીતે થઈ.
પટ્ટીથી વિહાર કરી સરિહાલી પધાર્યા. આપના ઉપદેશથી ઘણા લેકેએ માંસમદિરાને ત્યાગ કર્યો. એક સેવા સમિતિની પણ સ્થાપના થઈ. અહીંથી તરણતારણ થઈને આપ જંડિયાલાગુરુ પધાર્યા.