________________
શ્રી રામયંતી
“લાલાજી! ધન્ય છે જૈન ગુરુમહારાજને. આપણે તે એમ જ સમજતા હતા કે જૈન ધર્મ નાસ્તિક ધર્મ છે, પણ આ મહારાજે તે આપણે સનાતન ધર્મ વિષે પણ કેવું સુંદર વિવેચન કર્યું !” એક ગૃહસ્થ સભામાં બીજા સજજનને જણાવ્યું.
“બાબુજી! એ તે ઠીક, પણ વિશેષમાં આપણું આમંત્રણને માન આપી શ્રીરામ-જયન્તીમાં વ્યાખ્યાન આપવા આવીને એ મહાત્માએ તે કમાલ કરી.” બીજા સજને જવાબ આપે.
“અરે ભાઈ, શ્રી રામચંદ્રજીના જીવન વિષે આવી રહસ્યભરી વાતે તે આજે જ સાંભળી.” ત્રીજા ગૃહસ્થ બોલી ઊઠયા.