________________
૬૦
ધર્મવીર ઉપાધ્યાય
શ્વેતાંબર સાધુને કોઈ ઓળખતું પણ નહિ. મહારાજશ્રીને જોઈ બધાને આશ્ચય થવા લાગ્યું.
લેાકેામાં હલચલ મચી ગઈ. લેાકેા તર્કવિતર્ક કરવા લાગ્યા. આ પ્રસંગે બીકાનેરથી ધપ્રેમી શેઠ સુમેરમલજી સુરાણા, શ્રી જેઠમલજી સુરાણા, શેઠ પુનમચંદ્રજી સાવણસુખા, શેઠ કર્મચંદ્રજી શેઠીયા, શેઠ સેાહનલાલજી કચર તથા શ્રી ફૂલચંદજી ઝાખક અને પંડિતશ્રી હંસરાજજી આવી પહોંચ્યા.
પ્રવેશ બહુ જ ધૂમધામથી થયા. વ્યાખ્યાનમાં હજારા સ્ત્રીપુરુષા આવવા લાગ્યાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા મુસલમાન ભાઈ એ પણ વ્યાખ્યાનમાં આવીને મહારાજશ્રીના ઉપદેશ સાંભળવા લાગ્યા. અનેક પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન કરવા લાગ્યા.
પંડિત હંસરાજજીનાં પણ ૩-૪ વ્યાખ્યાને થયાં. જૈન ધની વિશાળતાથી લેાકેા સુપરિચિત થયા. લેકે જૈન ધર્મની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. આવા ઉચ્ચ આદર્શવાળા વિશાળ જૈનધર્મને જાણી તથા જૈન સાધુએની સર્વધર્મ સમભાવની ભાવના જોઇ અનેકાને ખૂબ આનંદ થયા. ઘણા ભાઈ એ તેરાપ'થી ધને છેડી વેતામ્બર ધર્મ સ્વીકારવાની ભાવનાવાળા થયા.
અહીથી વિહાર કરી ગ્રામાનુગામ વિચરતા તે સૂરતગઢ, મંડી, ડભવાળી થઇ ખડગલા ફાજલકા પધાર્યા. અહીંના શેઠ સુગનચંદજી, જેઠમલજી આદિએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ડાખાવાલીમંડીના શેઠ ચાંદમલજીના લઘુ