________________
૫૯
વીરના પુત્રને જ્ઞાનદાન
આખી સભાએ હર્ષનાદ વચ્ચે સુરાણાજીને વધાવી લીધા, અને ધર્મપ્રેમી શેઠ કાલુરામજી લક્ષ્મીચંદજી કોચરે રૂપિયા એકવીશ હજાર તથા શેઠ શ્રી જાવતમલજી રામપુરીયાએ રૂપિયા એકવીશ જાહેર કર્યા. અને આશ્ચર્ય તો એ થયું કે તે જ સમયે શેઠ હજરીમલજી કોચરે પિતાની ત્રીસ હજારની કોઠી સ્કૂલને અર્પણ કરી. શ્રીયુત નેમચંદજી અભાણીની ધર્મપત્ની ધર્મનિષ્ઠ ધામુબાઈએ પણ દશ હજારનું પિતાનું મકાન અર્પણ કર્યું.
* ૧ણ ઉચુ બીકાનેરે ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજની જયંતી તો આનંદપૂર્વક મનાવી હતી, પણ પર્યુષણના દિવસે તે બીકાનેરના ઈતિહાસમાં યાદગાર રહેશે. વિવિધ પ્રકારની તપશ્ચર્યા અને નાના પ્રકારના મહોત્સવ પણ થયા.
ધર્મભૂતિ સેઠ શ્રી સુરાણાજીએ આ ચાતુર્માસમાં પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો. અનેક જાતના ખર્ચમાં ઉદારતાથી પિતાને હાથ લંબાવ્યું અને સહુને એ ધર્મપ્રાણ, નિરભિમાની, શાંતિપ્રિય શેઠની ઉદારતાને પરિચય થયો. ૧૭૬નું ચેમાસું બીકાનેરમાં સાનંદ સમાપ્ત થયું.
બીકાનેરથી વિહાર કરી તેઓશ્રી સુજાનગઢ પધાર્યા. મંદિરનાં દર્શન કરી પ્રસન્નતા થઈ, પરંતુ મંદિર પાસક જૈન શોધતાં એક પણ ન જડ્યો–બધા તેરાપંથી ! ત્યાંથી સરદાર શહેરમાં આવ્યા. સરદાર શહેર બીકાનેર રાજ્યમાં એક ધનાઢ્ય શહેર ગણાય છે. અહીં તેરસે ઘર ઓસવાળાનાં છે. બધા તેરાપંથી ધર્મ પાળે છે. અહીં તેરાપંથીના ગુરુ પૂજ્ય કાલુરામજીનો પાટોત્સવ હતો. ૮૦-૯૦ સાધુઓ હતા.