________________
૧૮
ધર્મવીર ઉપાધ્યાય
હાઈસ્કૂલ પણ છે? ગુરુકુલે કેટલાં છે? કન્યા વિદ્યાલયેા કયાં છે? શું જૈન સમાજને વિદ્યાની જરૂર નથી ? શું જૈન સમાજ પાસે પૈસા નથી ? શું જૈન સમાજની સમૃદ્ધિ, સ'પત્તિની આ જ સફળતા છે? કે આ વેપારી સમાજને કેવળ પૈસાની જ ઝંખના છે !
,,
બીકાનેર જેવા શહેરમાં એક એક ગૃહસ્થ એક એક સંસ્થા ચલાવી શકે તેમ છે. જ્યાં ધમ ધુરંધર શ્રી સુમેરમલજીસુરાણા છે, જ્યાં ધર્મપ્રેમી શેઠ કાલુરામજી લક્ષ્મીચંદજી છે, જ્યાં શેઠ રામપુરીયા જેવા ઉત્સાહી સજ્જન છે ત્યાં એક સંસ્થા પણ નહિ !
ઃઃ
મહાનુભાવા ! મારી હાર્દિક ઈચ્છા છે કે આ શુભ મંગળમય દિવસે એક હાઈસ્કૂલને માટે મારી ભિક્ષાં દેહિ છે. એ ઝેાળી ભરી આપે. તમારા બાળકાના કલ્યાણ માટે --જૈન સમાજના ઉદ્દાત માટે, ખીકાનેરની ઉન્નતિ માટે આ સંસ્થા એક ભૂષણ બની રહેશે.”
((
આખી સભા માંત્રમુગ્ધ થઇ ગઇ. ગૃહસ્થા પણ વિચારમાં પડી ગયા. નવયુવકના હૃદય હલમલી ઊઠ્યાં. ધર્મમૂર્તિ સુરાણાજી તા ગળગળા થઈ ગયા. નાનામોટા બધાના હૃદયમાં ઝણઝણાટ થવા લાગ્યા.
છેવટે શ્રી સુરાણાજી ઊભા થયા! સભા ઉત્સુકતાથી જોઈ રહી. “ ગુરુદેવ, અમારાં ધનભાગ્ય કે આપશ્રી પધાર્યાં, હાઈસ્કૂલના ફંડ માટેની આપની વાંછના પ્રશંસનીય છે. અમારા માળકાના કલ્યાણની એ વાત છે. હું તે ફૅ ડમાં રૂપિયા એકવીશ હજાર મારા તરફથી આપું છું.”