________________
૧૭
વીરના પુત્રાને જ્ઞાનદાન
થયા અને જેઠ શુદ સાતમના દિવસે બીકાનેરમાં ધામધૂમથી પ્રવેશ કર્યા.
આજે મીકાનેરમાં આનંદ આનંદ હતા. મહાન પ પર્યુષણાના પવિત્ર દિવસેા હતા. પંન્યાસજી જેવા સમયધમ-પ્રકાશકની અમી વર્ષા થઈ રહી હતી. ઘેર ઘેર ઉત્સવનાં મંગલ કાર્ય થઈ રહ્યાં હતાં. પ્રાતઃક્રિયાથી પરવારી ભાવિક સ્ત્રીપુરુષા ઉપાશ્રયમાં આવી રહ્યાં હતાં. યુવકે અને બાળકો, વૃદ્ધજના અને જૈનેતરા, તપગચ્છના ભાઈ બહેનો કે ખરતર ગચ્છના શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયમાં
ઊભરાઈ રહ્યાં હતાં.
કલ્પસૂત્રની વાચના ચાલતી હતી. મહારાજશ્રીએ ભગવાન મહાવીરના જીવનની વિશિષ્ટતા સમજાવી. પેારસીના સમય થયેા. મધુર કંઠે ગુરુવર્યના ઉપદેશની મહત્તા બતાવતી ગડુંલી શરૂ થઈ. મહારાજશ્રીએ સભાના ખૂણે ખૂણામાં પેાતાની વેધક દૃષ્ટિ દોડાવી, અને કલ્પસૂત્રની વાચનાને બદલે ઉપદેશધારા ચલાવી.
“મહાનુભાવા ! આ જૈન ધર્મના ઉદ્યોતના દિવસે છે. આ દિવસેામાં કરાતા ધર્મ કાર્યની ઘણીઘણી વિશેષતા છે. ભગવાન મહાવીરના જ્ઞાનબળની આપણે કેટકેટલી પ્રશંસા કરીએ છીએ? પણ એ પ્રશંસા માત્ર વાહ વાહમાં જ રહેશે કે ? ભગવાન મહાવીરના પુત્રોના ઉદ્ધારના વિચાર સરખા કર્યાં છે? જે ભગવાન અનંત જ્ઞાની હતા, તે વીર પુત્રો આજે અજ્ઞાનતામાં સમડે છે—જીએ આ સમાજ ! કેટલી કેટલી સંસ્થાએ ચાલે છે ! અને જૈન સમાજમાં કૉલેજ તે શું પણ એકાદ