________________
વીરના પુત્રોને જ્ઞાનદાન
દે
વગ’જથી શેઠ ગેામરાજ તેહચંદે શ્રી કેસરીયાજીના સંઘ કાઢવ્યો. સંઘમાં ગુરુદેવની સાથે તેઓ પણ પધાર્યાં. યાત્રા કરી વરકાણા થઈ ધમૂર્તિ શેઠ શ્રી સુમેરમલજી સુરાણાના આગ્રહથી તથા ગુરુદેવની આજ્ઞાથી શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી સાગરવિજયજી મહારાજ સાથે બિકાનેર તરફ વિહાર કર્યાં.
ગ્રામાનુગામ વિચરતા વિચરતા આપ સેાજત, મેડતા, લાદી, નાગેાર વગેરે જગાએ ધર્મોપદેશ કરતા કરતા ભિન્નાસર આવી પહેાંચ્યા. ભિન્નાસર બીકાનેરથી ત્રણ માઇલ છે. બીકાનેરથી ઘણાં સ્રીપુરુષા મહારાજશ્રીના દને આવ્યા. અત્રે શેઠ શ્રીયુત સુમેરમલજી સુરાણા તથા કાચરે તરફથી બે ત્રણ દિવસ પૂજા અને સામિક વાત્સલ્યે