________________
લોકપ્રેમ
૫૩ ક્યાં જશે? પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળે. થોડા દિવસની સ્થિરતા કરો !”
તમારી પ્રાર્થના કરી પ્રાર્થના હોય તે તે રહીને શું કરું ! તમે જાણે છે, મારો સમય બહુ કીમતી છે. હા. કાંઈ કામ થાય તેવું હોય તે રહેવા તૈયાર છું. છે તેયાર ?” ગુરુ મહારાજે ચોખું સંભળાવી દીધું.
ગુરુદેવ ! અમે જરૂર કોઈક કાર્ય કરીશું. આપશ્રીની પ્રેરણ હશે તે જરૂર શુભ કાર્ય થશે. આપ અમારી પ્રાર્થના સ્વીકારે !” આગેવાનોએ વચન આપ્યું.
અને ગુરુમહારાજે તે જ સમયે ગેલવાડની વર્તમાન પરિસ્થિતિનું દિગદર્શન કરાવ્યું. ગેલવાડના સુધારાને માટે એક વિદ્યાલય સ્થાપીત કરવાની આવશ્યકતા જણાવી અને ચમત્કાર તો એ થયો કે એ જ સમયે, ઉપદેશને ભારે પ્રભાવ પડશે. તે જ સમયે પ૦ હજાર રૂપિયાનાં વચન મળી ગયાં, અને બીજાની આશા અપાઈ. ગુરુદેવે ચાતુર્માસ કરવાની ઈચ્છા પ્રકટ કરી.
આ શુભ સમાચાર શ્રી સોહનવિજયજીને પાલીમાં પહોંચાડવામાં આવ્યા અને સાદડીમાં આવી વિદ્યાલયના કાર્યને આગળ વધારવા આજ્ઞા થઈ તેથી મુનિજી પણ પાછો સાદડી શ્રી ગુરુદેવની સેવામાં આવી પહોંચ્યા.
સાદડીમાં આપે કચવત્તા તથા શ્રાદ્ધગુણ વિવરણનું હિન્દી ભાષાંતર કર્યું.
બાલીના શ્રી સંઘની વિનતિથી પન્યાસજીને બાલી
*
વા,