________________
પર
ધર્મવીર ઉપાધ્યાય આવ્યાં હતાં. પાલીના શ્રાવકોએ તેમની ખૂબ સેવાભક્તિ કરી.
અહીંથી જોધપુરની તરફ વિહાર કર્યો. ત્યાંથી ચાર કોસ દૂર એક ગામમાં મહારાજશ્રી આવ્યા. ગોચરી કરીને ઊઠયા હતા, ત્યાં એક ભાઈએ આવીને સમાચાર આપ્યાઃ “ગુરુદેવ અમદાવાદથી વિહાર કરી પાલી તરફ આવતા હતા ત્યાં લૂટારાઓએ તેઓને લૂંટી લીધા. વસ્ત્રો અને પુસ્તકે પણ લઈ લીધાં.” - આ સાંભળતાં જ ત્યાંથી તરત જ વિહાર કર્યો અને પાલીમાં આવી પહોંચ્યા. ત્યાંથી ગુરુદેવની સુખશાતા પૂછવા આગેવાન ગૃહ વિજાપુર ગયા. મુનિરાજશ્રી લલિતવિજયજી, તપસ્વી ગુણવિજયજી અને મુનિ વિચારવિજયજી તે પાલીમાં આવી ગયા. ગુરુદેવ અને લૂટારાઓને પ્રસંગ સાંભળી તેઓ કંપી ઊઠયા. અશુની ધારા ચાલી, પણ ગુરુદેવની નીડરતા, અને નિર્ભયતા, વીરતા અને શાન્તિ જોઈ તથા બધાની સુખશાતા સાંભળી સાંત્વન થયું. ગુરુ મહારાજ તે પાલીમાં પધાર્યા.
સાદડીના શ્રી સંઘે ગુરુ મહારાજને સાદડીમાં પધારવાની પ્રાર્થના કરી અને ગુરુ મહારાજ સાદડીમાં પધાર્યા. સાદડિમાં ચાર દિવસ રહી ગોલવાડની અજ્ઞાન સ્થિતિ વિષે ગુરુ મહારાજે ઉપદેશ આપ્યા. લેક પરિસ્થિતિ સમજતા થયા. ગુરુદેવે તે પાંચમે દિવસે વિહારની તૈયારી કરી. સાધુ સમુદાય તૈયાર થઈ ગયે. સંઘનાં સ્ત્રી-પુરુષો તથા આગેવાને આવી પહોંચ્યા. બધાએ પ્રાર્થના કરીઃ “ગુરુદેવ 'ચાર જ દિવસમાં આપ ચાલ્યા જશે? અમને જગાડીને હવે