________________
પ૧
લોકપ્રિમ
બરાબર છે. ધર્મના નેતાઓનું કર્તવ્ય આજે ભૂલાઈ રહ્યું છે. આવા પ્રદેશમાં સમય સમય પર વિચરી ધર્મની જાગૃતિ રાખવી જોઈએ, તે અમારાથી ન બની શક્યું; પછી શું થાય ! લોકે તો બિચારા સરળ છે, અને અજ્ઞાન છે. જે તરફ દોરી જાઓ તે તરફ જાય.” મહારાજશ્રીએ સમાધાન કર્યું.
ગુરુવર્ય! અમને તે આપના ઉપદેશથી બહુ જ આનંદ થયે. અમે જે કે વૈષ્ણવ ધર્માનુયાયી છીએ, છતાં આપના સર્વધર્મ સમભાવના વિચારો તથા જૈન ધર્મની વિશાળતા સાંભળી અમને અત્યંત હર્ષ થયે છે. આવા અનેક ગામમાં આપ વિચરી રહ્યા છે તેથી જનતાને ધર્મને બંધ થયો. અમારા લેકોના નસીબમાં આપ જેવા જૈન સાધુઓનાં દર્શન જ કયાંથી હોય ! ”
વીર દયાળશાહના રાજનગરમાં મહારાજશ્રી આઠેક દિવસ રહ્યા અને ધર્મની પ્રભાવના સારી રીતે થઈ.
અહીંથી દેસૂરી, સુમેર, ઘાણેરાવ અને મૂછાળા મહાવીર પ્રભુની યાત્રા કરીને આપ સાદડી આવ્યા.
ગુરુદેવની આજ્ઞાથી સાદડીથી વિહાર કરી આપ નાડલાઈ નાડેલ અને વરકાણ તીર્થની યાત્રા કરી અને રાણી આવી પહોંચ્યા. આસપાસના ગામમાં ધર્મોપદેશ દેતાં દેતાં આપ પાલી આવ્યા. પાલીમાં નવલખા પાર્શ્વનાથજીનું ધામ ગણાય છે. અહીં આપ પંદર દિવસ રહ્યા અને ધર્મોપદેશ સંભળાવ્યું.
આપના દર્શનાર્થ પંજાબના ૫૦-૬૦ ભાઈબેને અહીં