________________
૫૪.
ધર્મવીર ઉપાધ્યાય ચોમાસાની આજ્ઞા થઈ અને ૧૯૭૫નું ચાતુર્માસ બાલીમાં થયું. અહીં “નવયુવક મંડળની સ્થાપના થઈ. મુનિશ્રી વિદ્યાવિજયજીને ભગવતી સૂત્રનું વહન કરાવ્યું અને તેમને કારતક વદિ ૫ ને રેજ ધૂમધામપૂર્વક ગણું અને પંન્યાસ પદવી આપવામાં આવી.
આ ઉપરાંત શા પ્રેમચંદ ગેમરાજ, શા પ્રેમચંદ જોધાજી, શા લખમાજી ખુશાલજી અને નવલાજી મતીજીની તરફથી ઉપધાન તપનું અનુષ્ઠાન થયું. હજારે સ્ત્રી-પુરુષોએ આ ધાર્મિક કૃત્યમાં ભાગ લીધો. આનંદની વાત એ હતી કે ગુરુદેવ સાદડીથી આ મહોત્સવ પ્રસંગે ખાસ પધાર્યા અને તેમની છત્રછાયામાં બે ભાવિકેની દીક્ષાઓ-પદવીઓ અને આ તપ પરિપૂર્ણ થયું.
કેન્ફરન્સ
સાદડીમાં બીજું પણ એક ઉત્તમ કાર્ય થયું. ગુરુદેવની ઉપસ્થિતિ હતી જ. ગોડવાડની જાગૃતિને પ્રયાસ થતો હતો, ત્યાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું ૧૨મું અધિવેશન નિશ્ચિત થયું. હેશિયારપુર (પંજાબ) ના ઓસવાળ કુળભૂષણ શ્રીયુત લાલા દેલતરામજીના પ્રમુખપણા નીચે કોન્ફરન્સનું અધિવેશન ઉત્તમતાથી સફળ થયું. જૈન સમાજમાં જાગૃતિનું આંદોલન ફેલાયું.
અહીંથી આપ પ્રાચીન તીર્થ શ્રી રાણકપુરજીની યાત્રાએ ગુરુદેવની સાથે પધાર્યા. રાણકપુરજી સાદડીથી ત્રણ ચાર કેશ દૂર એક જંગલમાં છે. આ મંદિર ભારતવર્ષની